________________
લેખ સંગ્રહ
[ ૨૯૧ ] ભૂત થાય આ કેવી ધૃષ્ટતા? કેવી નિર્લજજતા ? અને કેવી નીચતા? જેનશાસનમાં મનુષ્યપણે આવા નીચ જનને જન્મ થવાને બદલે પશુરૂપે જન્મ થયો હોય તો તે ખેદકારક ગણાય નહિ. તેવાં નીચ કામ કરનાર અને કરાવનારનો જન્મ કે નિષ્ફળ ચાલ્યા જાય છે તેનો વિચાર સરખે પણ તે દુર્ભાગીએને ક્યાંથી આવે ? આ કડવાં લખાણથી તેવા નાદાન જીવને હિત થવાનો ઓછો સંભવ છે, પણ તેવાં નીચ કાર્ય નિંદાપાત્ર હોઈ, કઈ રીતે પુષ્ટિ આપવા યોગ્ય નથી જ એમ સમજી, જે કોઈ તેવાં નીચ–નિંદ્ય કાર્યને પુષ્ટિ આપતા અટકશે તેમને તો આ લખાણ અવશ્ય ઉપકારક થઈ શકશે. ઈતિશમ
[ જે. ધ. પ્ર. પુ. ૩૨, પૃ. ૩૮૧ ]. સ્વપર હિત-શ્રેય-કલ્યાણાર્થે ભાવના ચતુષ્ટયનો સમાશ્રય કરવા ભવ્યાત્માઓ પ્રત્યે સમર્થ શાસ્ત્રકારને
સંક્ષિપ્ત પણ સારભૂત સદુપદેશ. परहितचिन्ता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा । परदुःखतुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा ॥ १ ॥
| (શ્રી મદ્રપૂર વો રાજમણે). ભાવાર્થ–પરનું હિત–શ્રેય કેમ થાય? એવું ઉદાર મનથી ચિન્તવન કરવું તેનું નામ મૈત્રીભાવ, પરના દુઃખ ભંજન કરવા પૂરતો પ્રયત્ન સેવ તેનું નામ કરુણુભાવ, પરની સુખ સમૃદ્ધિ દેખી સંતોષ પામે તે મુદિતાભાવ અને પરના દોષ દેખી ચીડાઈ નહિ જતાં સમતા ઘારવી તે ઉપેક્ષાભાવ-આ સર્વ અત્યંત હિતકારી જાણ સદા સર્વદા ધર્માથી ભાઈબહેનએ આદરવા ગ્ય હોય છે.