________________
કલન ( ઉન
રી તેને ચાખવી એ
[૧૫]
શ્રી કરવિજયજી ઊંડું ભાન હોવું જોઈએ? કેધાદિક કષાનું દલ (ઉમૂલન) કરવા કેટલી બધી કાળજી રાખવી જોઈએ ? અહિંસાદિક ઉત્તમ વ્રત-નિયમે આદરી તેને યથાર્થ નિર્વાહ કરવા કેટલા બધા સાવધાન રહેવું જોઈએ? પવિત્ર પંચાચાર પાળવા કેટલી બધી તત્પરતા જોઈએ ? તેમ જ પાંચ સમિતિ અને ત્રણ ગુણિરૂપ અષ્ટ પ્રવચનમાતાની સેવા અહેનિશ અતિ વાત્સલ્યભાવે કરવા કેટલી બધી ઉલટ રાખવી જોઈએ ? એકંદર શાસનના ધેરી તરીકે પિતાની જોખમદારી-જવાબદારી બરાબર સમજી, તેમાં કંઈપણ પ્રમાદ-શિથિલતા કે સ્વછંદતા કર્યા વગર અખલિત પ્રયાણ કરવા કેટલી બધી અંતરની લાગણી રાખવી જોઈએ? સારી રીતે પ્રમાદ રહિત શાસનરથને ચલાવનારા સાધુજનો તેમજ ગણપણે શ્રાવકજનો, અન્ય ઉપર કેટલા પ્રભાવ પાડી સ્વપરનું કલ્યાણ કરી શકે ?
ઈતિશમ.
[ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૬૫ ]
અત્યારના બારીક સમયે સુજ્ઞ જનોએ
શું કરવું જોઇએ ? આપણી આંખ ઠરે એવા થોડાક અપવાદ સિવાય અત્યારે જ્યાં જઈએ અને જોઈએ ત્યાં બાહ્યાડંબર, ડોળડમાક યા બીજાને આંજી દેવાની બાજી રચાતી નજરે પડે છે. બહુધા માર્ગાનુસારીપણાનો માર્ગ ભૂલાઈ ગયો છે, શિષ્ટ સંપ્રદાય વિસારી દેવાયા છે અને જ્યાં ત્યાં આપખુદપણને-સ્વછંદતાને જ દેર પ્રબળ દેખાય છે. પોતાના છતા દોષો ઉઘાડા ન પડે-ઢંકાયા રહે, લેકમાં પૂજા-સત્કાર થાય, તથા પિતાની પ્રતિષ્ઠા જામે