________________
[ ૨૫૪ ]
શ્રી કરવિજયજી ૧૧ જે માણસના આનંદને આધાર રમણીય દેખાવ, સુંદર બગીચા, અનુકૂળ મિત્રમંડળ, મધુર વચનો ઇત્યાદિ બાહો વસ્તુઓ ઉપર જ છે, તેને ખરેખર અભાગી જ સમજવો જોઈએ.
૧૨ અંધારાની સાથે લડાઈ કરવાથી શું અંધારું જતું રહેશે? પ્રેમનો અર્થ જ સાંદર્ય જેવું એ છે.
૧૩ ખરે મુક્ત માણસ તો તે જ છે કે જેને અંતરપ્રકાશ તેની આસપાસની સઘળી વસ્તુઓ ઉપર પડે અને જેના અંત:કરણમાંથી કેવળ દિવ્ય પ્રેમના કિરણે જ નીકળ્યા કરે. ૧૪ સહુને સ્વાત્મા સમાન લેખવવા જોઈએ. ઈતિશમ.
[ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૩૬૦. ] ( ૨ ) પવિત્રતા એટલે શું? ૧ દેહાત્મભાવ, ઈન્દ્રિયાસક્તિ વગેરેના ક્ષુદ્ર વિચારોથી આત્માને દૂષિત ન થવા દે એ જ ખરી પવિત્રતા છે. બાહ્યા વિષયોનાં દાસ ન થઈ બેસતાં તેથી અલિપ્ત રહેવું એ જ પૂર્ણ પવિત્રતા છે.
૨ પ્રેમમૂર્તિ બનીને જીવવામાં જ મજા છે. ૩ ઊંચા પ્રકારને સ્વાર્થ એ જ ખરો પરમાર્થ છે.
૪ બીજા ઉપર આપણે ઉપકાર કરીએ છીએ એવી મુદ્રભાવના (અહંવૃત્તિ) કર્તત્વ અભિમાન આપણુ આત્માનું વિસ્મરણ કરાવે છે.
૫ જે પ્રેમસ્વરૂપ બની જાય છે તે પિતે જ ખરો કાયદો હેવાથી બીજા સર્વે કાયદા પર શ્રેષ્ઠતા ભેગવે છે. તેની મરજી મુજબ બધા નિયમો બંધાય છે.