Book Title: Lekh Sangraha Part 01
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 338
________________ લેખ સંગ્રહ [ ૩૦૭ ] પ્રાણીઓ ઉપર આપણું ગેરસમજને લીધે નિર્દય લોકો તરફથી ગુજરતું ઘાતકીપણું અટકે અથવા ઓછું થાય તેવી રીતે વિવેકથી વર્તવાની જરૂર છે. અનાયાસે–સ્વાભાવિકપણે આપણા શરણે આવી ચઢેલા દીનદુઃખી-અનાથ પ્રાણુઓનું દ્રવ્યને ભેગ આપીને રક્ષણ કરવું એ આપણી ફરજ છે ખરી, પણ જે નીચ-નિર્દય સ્વભાવના લોકો જાણું જોઈને આપણા ભેળપણાનો લાભ લઈ, આપણી પાસેથી મનમાનતા પૈસા કઢાવી પોતાને ઘાતકી ધંધે વધારતા જતા હોય તેમને કરગરી અને મેં માંગ્યા પૈસા આપી તેઓએ જાણું જોઈને–ઈરાદાપૂર્વક આપણું નજરે આણી રાખેલા જાનવરોને છોડાવવા કરતાં તેને વધારે વ્યાજબી-ન્યાયવાળો રસ્તો લઈ જે ઘાતકી લોકો આપણા ધર્મની-આપણી લાગણી જાણી જોઈને દુભવતા હોય, તેમને કાયદાની રૂએ નસીયત-શિક્ષા પહોંચાડી, તે અનાથ જાનવરો આપણે કબજે કરી લેવા અથવા તેમની ઉપર નાહક ગુજરતું ઘાતકીપણું અટકાવવું, એ વધારે ઉચિત અને યોગ્ય જણાય છે. તેમજ કસાઈ લોકોને જે કોઈ જાનવરો વેચતો હોય તેમને જ તેમ કરતાં સમજણ આપીને અટકાવવા અથવા તો તે અનાથ જાનવરોને પરભાર્યા જ ગ્ય કિંમતથી ખરીદી લેવાં ઉચિત છે. એ રીતે જાનવરોને મરતાં અટકાવી તેમને પિતાને કબજે કરીને–લઈને પછી કેવી માવજતથી સાચવવા જોઈએ એ પણ ઓછી અગત્યની વાત નથી. આવાં અનાથ જાનવરોને આપણે બેદરકારીથી કેદખાનાની જેમ પાંજરાપોળ જેવાં મકાનમાં કશી સગવડ કર્યા વગર ગાંધી

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358