________________
[ ૧૨૦ ]
શ્રી કરવિજયજી પ૩ સદ્ગત અંગીકાર કર્યા પછી તેને ખંડિત કરી જીવનાર લુહારની ધમ્મણની પેઠે શ્વાસોશ્વાસ લહી સ્વજીવિત પૂરું કરે છે.
૫૪ સત્ય અને સહનશીલતાનું સેવન કરનાર સહુને વશ કરી શકે છે.
૫૫ જેને સહુ સાથે સામ-સમભાવ છે તેને દેવતા પણ નમસ્કાર કરે છે. સહુને આત્મ સમાન લેખી ચાલનાર સર્વત્ર પૂજાય છે.
પદ સુબુદ્ધિવંતે સાંસારિક સુખમાં રતિ-પ્રીતિ કરવી ઘટે નહિ. ૫૭ સત્ય અને પ્રિયભાષી એવા વિનીતને સહુ વશ થઈ જાય છે.
૫૮ ન્યાયયુક્ત માર્ગે ચાલતાં અગણિત પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ પ્રાપ્ત થવા પામે છે, એ વાતનો અનુભવ જ કર હેય તો દઢ-મક્કમપણે અન્યાય માગનો પરિહાર કરી ન્યાય માગને જ વળગી રહો.
૫૯ દુર્જનની સંગતિ અને યુવતી સ્ત્રી તે વિજળી જેવી ચપળ સ્વભાવી છે.
૬૦ મેરુ જેવા નિશ્ચળ મનના સજજને કલિકાળમાં પણ જણાઈ આવે છે. એવા ઉત્તમ સજજનોની સંગતિ કલ્પવૃક્ષની શીતળ છાયાની પેઠે શીતળતા ઉપજાવી અપૂર્વ આનંદ આપી શકે છે.
૬૧ છતે પૈસે કૃપણુતા કરનાર જે મૂર્ણ ભાગ્યે જ કોઈ હોઈ શકે. કૃપણ માણસ ખાઈ કે ખચી શકતો નથી અને છેવટે મલિન વાસના સહિત મરીને અધોગતિ પામે છે. અને જે કૃપણતા તજી, ઉદારતા આદરી દ્રવ્યને છૂટે હાથે ઠેકાણે વ્યય