________________
લેખ સંગ્રહ
[ ૨૯૭ ]
કામિવકાર મનમાં જાગે છે. જેથી શીલવ્રતની હાનિ થવા પામે છે. એ હેતુથી ઉક્ત વાડ ખાસ ઉપયાગી છે.
66 વાડ છઠ્ઠી ”
(૬) પૂર્વે અજ્ઞાનપણે સેવેલી વિષયક્રીડા બ્રહ્મવ્રતધારીએ સભારવી નહિ
હેતુ—પ્રથમ અવ્રતીપણે જે કંઇ કામક્રીડા કરી હાય તેને સંભારતાં ફરી વિષયવાસના જાગવાના ભય રહે છે. જેમ રાખવડે ભારેલા અગ્નિ ઉપર ઘાસના પૂળે મૂકતાં તેમાંથી જવાળા નીકળે છે, તેમજ વળી જેમ પ્રથમ કરડેલા વિષધરનું વિષ છેક વરસ દહાડે સંભારતાં શંકાથી ફીતે સંક્રમે છે, તેમ પ્રથમ વિસરેલાં વિષયસુખને સંભારવાથી શીલવંતને વ્યાકુળતાથી શીલની વિરાધના થાય છે અને પછી ઘણેા જ આરતા થાય છે. એથી જ ઉપકારી મહત્માઓએ આ છઠ્ઠી વાડ સાચવવા ખાસ ભલામણ કરી છે.
66
વાડ સાતમી ”
(૭) બ્રહ્મવ્રતધારીએ સ્નિગ્ધ-સકસવાળા માદક આહાર કરવા નિહ.
હેતુ—સરસ–રસકસભર્યા આહાર તથાપ્રકારના મજબૂત કારણ વગર આરોગતાં ઇન્દ્રિયે માતી થાય છે. જેમ સન્નિપાતમાં દૂધ, ઘી વિગેરે સ્નિગ્ધ પદાર્થો વાપરવાથી વ્યાધિ અધિક ઉછાળા મારે છે તેમ પાંચે ઇંદ્રિયાને સરસ આહારથી પેાષતાં વ્રતની વિરાધના થવા પામે છે. એવા આ સાતમી વાડના હેતુ સમજી જેમ મને તેમ સાદા ખારાકથી જ નિર્વાહ કરવા.