________________
લેખ સંગ્રહ
[ ૧૪૯] ૭ મહાનુભાવ એવા શ્રી સંઘને જે દ્રત કરે છે તે દુષ્ટભે ખરેખર પિતાને જ દ્રોહ કરે છે, તેને સ્વધર્મદ્રોહી જાણ.
૮ પૂજ્ય જન પ્રત્યે પૂર્ણ વાત્સલ્યભાવ રાખી યથાશક્તિ તેમની સેવા–ભક્તિ કરનાર આ ભવસાગર તરી જાય છે.
૯ વિશાળ લોચન છતાં દીપક વગર અંધકારમાં પડેલી વસ્તુ ઓળખી શકાતી નથી, તેમ ગુણરત્નાકર ગુરુ વગર વિચક્ષણ મનુષ્ય પણ ધર્મ જાણું શકતો નથી.
૧૦ મનથી, વચનથી અને કાયાથી કરેલાં દુષ્ટ કૃત્યેની શુદ્ધિઆલોચના, નિંદા, ગહ કરવાવડે, તેમજ સમ્યગૂ જ્ઞાન યુક્ત કરવડે અને ઉગ્ર તપસ્યાવડે થઈ શકે છે એમ જ્ઞાની કહે છે.
૧૧ મંત્ર, તીર્થ, ગુરુ, દેવ, સ્વાધ્યાય અને ભેષજ વિષે જેની જેવી ભાવના હોય તેને તેવી સિદ્ધિ થઈ શકે છે, તેથી તેમાં અત્યુત્તમ ભાવના રાખવી યુક્ત છે.
૧૨ છ માસ, છ પક્ષ (પખવાડિયા) કે છ દિવસમાં જ ખરેખર અતિ ઉગ્ર પુણ્ય-પાપના ફળ અહીં જ પ્રાપ્ત થાય છે, એમ સમજી અતિ ઉગ્ર પાપબુદ્ધિ સર્વથા તજવી.
૧૩ ચોક્ત સુપાત્ર પ્રત્યે શુદ્ધ-નિર્દોષ વસ્તુનું દાન દેવું એ જ ગૃહસ્થ ધર્મનું શ્રેષ્ઠ ફળ શાસ્ત્રકારે કહેલું છે.
૧૪ અવસરચિત દાન ઉલ્લસિત ભાવે, નિ:સ્વાર્થપણે પ્રિય વચન સાથે દેવાય તે ચિંતામણિ સમાન જાણવું.
૧૫ ગર્વ રહિત જ્ઞાન, ક્ષમાયુક્ત શાર્ય અને ઉદારતા