________________
[ ૩૦૦ ]
શ્રી કપૂરવિજયજી वनं हि सात्त्विको वासः સાધકને માટે એકાન્ત-અરણ્યવાસ જ હિતકર છે.
એકાન્ત-અરણ્યવાસ–નિરુપાધિક સ્થળનિવાસ જ સાધકજને માટે અધિક ઉપગી છે. સહુ કઈ શ્રેય: સાધકજનેને “શરીરબળ, મનોબળ અને હૃદયબળનું પિષણ આપનાર એકાન્ત-અરણ્યવાસ છે. ”
જ્યાં ચિત્ત-સમાધિમાં ખલેલ પડે, જ્યાં અનેક પ્રકારના સંકલ્પવિકલ્પ ઊભા થાય અને જ્યાં વસવાથી સંયમયેગમાં હાનિ પહોંચે એવા સ્થળમાં નિવાસ કરે અથવા એવા ઉપાધિમય સ્થળ સમીપે વાસ કરવો એ સાધકજને માટે હિતકર નથી. શાસ્ત્રકાર કહે છે કે
હેત વચન મન ચપળતા, જનકે સંગ નિમિત; જન સંગી હવે નહિં, તાતે મુનિ જગ મિત્ત.”
અર્થાત્ લકપરિચય-ગૃહસ્થ લોકો સાથે નિકટ સંબંધ જોડી રાખતાં સ્વહિત સાધક-સાધુજનને સંયમમાર્ગમાં ઘણું આડખીલે નડે છે-ઊભી થાય છે. ગૃહસ્થજનોને-સ્ત્રીપુરુષોનો અધિક પરિચય કરવાથી સાધુ યોગ્ય સમભાવ-સમતા ટકી શકતી નથી, એટલે રાગ, દ્વેષ, મહાદિક દોષ ઉપજે છે, વિષયવાસના પણ કવચિત જાગે છે અને જ્ઞાન, ધ્યાન, બ્રહ્મચર્ય પ્રમુખ અનેક અમૂલ્ય ગુણ-રત્નોનો લોપ-નાશ થાય છે, એટલે સાધુ સહેજે સત્વહીન-શિથિલાચારી થઈ જાય છે.
બ્રહ્મચર્યવંત સાધુજનોને ભગવતે જે નવ વાડ (બ્રહ્મ ગુપ્તિ)