________________
લેખ સંગ્રહ
[૨૯] કહેલી હિતશિક્ષાને અવગણી સ્વછંદપણે ચાલતાં એ અમૂલ્ય રત્નનો વિનાશ થઈ જાય છે. તેથી બ્રહ્મવ્રતધારીને એકાન્ત હિતકારી ઉક્ત વાડની રક્ષા કરવા પૂરતું લક્ષ રાખવાની જરૂર છે. તે સાથે નીચેની હકીકત પણ ધ્યાનમાં રાખી લેવી. ૧ બ્રહ્મવ્રતધારી ભાઈબહેને એકલી નારી કે એકલા પુરુષ સાથે
માર્ગે જતાં વાર્તાલાપ કરવાને પ્રસંગ પાડવો નહિ. ૨ એક જ પથારીએ શીલવંત બે પુરુષોએ પણ સાથે સૂઈ રહેવું
નહિ, તેમજ ગાળ-ભેળ દેવાની આદત પણ રાખવી નહિ. ૨ શીલવંત સ્ત્રીએ સાત વર્ષ ઉપરાંતના પુત્રને સાથે ( એક
પથારીમાં ) સુવાડે નહિ. ૪ શીલવંત પુરુષે સાડાછ વર્ષની પુત્રીને પણ પોતાની પથારીમાં સાથે સુવાડવી નહિ, તો પછી વધારે વયવાળા
બાળકોને સાથે સૂવાડવાનું તો કહેવું જ શું? ૫ સ્ત્રીસંગે-વિષયભેગ કરતાં ઉત્કૃષ્ટ નવ લાખ ગર્ભજ પંચેન્દ્રિય જીને ગર્ભમાં જ ઘાત થાય છે, એમ સમજી શીલવંત ભાઈબહેનેએ સાવધાનતાથી સ્વશીલરત્નનું રક્ષણ કરવું, તેમજ બીજા પણ ધર્મના અથી ભાઈબહેનેએ અબ્રહ્મ–મથુનસેવનમાં જતાં મનને જ્ઞાન અંકુશથી અટકાવવું ઉચિત છે.
ઉપલી હકીકતથી અબ્રહ્મ સેવવામાં મોકળી વૃત્તિવાળા કેટલા બધા દોષના ભાગી થાય છે તે સ્પષ્ટ સમજાય તેવું છે. સર્વ વાતનું રહસ્ય એ છે કે ચિતામણિ રત્ન જેવું બ્રહ્મવત સાચવવા સર્વ રીતે પ્રયત્ન કરો.
ઈતિશમ. [જે. ધ. પ્ર. પુ. ૨૯, પૃ. ૨૬ . ]