________________
લેખ સંગ્રહ.
એટલે અજ્ઞાનયેાગે થયેલી ( વળગેલી ) મિથ્યા અહંતા–મમતા મટી જાય છે–દૂર થાય છે.
[ ૨૦૫ ]
( ખાટી )
૬ નિષ્કામ જીવિત તેનું લેખે છે કે જે ઉત્તમ-અમર કામ કરી જાય છે અથવા સર્વોત્તમ કામ નિષ્કામપણે કરેલુ
અમર થઇ જાય છે.
૭ તથાપ્રકારની સત્પ્રવૃત્તિ વગરનું જીવવું ફળ વગરનું-નકામુ છે તેથી અસત્ પ્રવૃત્તિ તજી સત્પ્રવૃત્તિ જ સેવવી જોઇએ.
૮ દયા-સ્વાર્થ ત્યાગ-પરાપકાર-સતસેવા એ પુન્યને માર્ગ છે, અને પ્રાણીહિંસા-સ્વાર્થી ધતા છેતરપિંડી-વિશ્વાસઘાત તથા વિષયલાલુપતા-માયામૃષા-નિંદા-ચાડી-મિથ્યા આરેાપરાગ-દ્વેષ-મિથ્યાત્વ અને કષાય વિગેરેનું સેવન એ પાપને માર્ગ છે. ટૂંકાણમાં કંઇ પણ સહન કરીને કે ત્યાગ કરીને અન્યને સુખ-શાન્તિ આપવી તે પુન્ય અને નાહક પીડા ઉપજાવવી તે પાપ.
૯ ધર્મ- નીતિને ટૂંક સાર એ છે કે પ્રાણીવગ ને આપણા આત્મા સમાન અંત:કરણથી લેખી કાઇને દુ:ખ કે અશાન્તિ ઉપજે એવુ’-પ્રતિકૃળ આચરણ કરવું, કરાવવુ કે કરનારને સારું' લેખવવુ નહિ. સહુને આપણા કુટુંબી સમાન લેખવા.
૧૦ ડહાપણ વાપરી સંપ ( સુલેહ-શાન્તિ ) સાચવી રાખવાથી સ્વપરની અનેક પ્રકારની ઉન્નતિ થઇ શકે છે, કુસપથી અવનિત જ થાય છે.
૧૧ સવ્રુત્તિના પ્રભાવથી સંપ સ્થપાય છે અને તે લાંખે ભખત ટકીને દૃઢ થતે। જાય છે. સુખકર સપને ઈચ્છ