________________
[ ૧૩૦ ]
શ્રી કપૂરવિજયજી બેસાડવા એ સુલભ નથી. દઢ પ્રયત્નથી અભ્યાસનું વારંવાર સેવન કરવાથી જ તેમ થઈ શકે છે. જ્યાં સુધી પોતે પિતાને જ ખરા સ્વરૂપમાં ઓળખી શકે નહિ, ઓળખવા પ્રયત્ન કરે નહિ, મર્કટ ચાલ તજે નહિ અને અહીંતહીં હરાયા ઢોરની જેમ લભ-લાલચવશ ભટકયા કરે ત્યાં સુધી વિવેકન્ય આત્મા બહાત્મા કહેવાય છે. જ્યારે કર્મવશ કૂટાતાં પીટાતાં અને અનેક પ્રકારનાં દુઃખ સહન કરતાં કરતાં જીવ ઊંચે ચઢતે જાય છે અને જ્યારે સ્વાભાવિક રીતે તથા પ્રકારની યોગ્યતા પામીને અથવા કોઈ જ્ઞાની ગુરુની કૃપા પામીને તેનામાં વિવેકકળા પ્રગટે છે ત્યારે તે અંતરાત્મા કહેવાય છે. એટલે એ આત્મા હિતાહિત, કૃત્યાકૃત્ય, ભક્ષ્યાભઢ્ય, ગમ્યાગઓ અને ગુણદોષને વિવેકવડે સમજી શકે છે. એ વિવેકકળા ખીલતી જાય છે તેમ તેમ તેના સુંદર ફળ-પરિણામરૂપે તે સદાચારપરાયણ બનતું જાય છે. પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષાદિક સગુણાનું સેવન સદુભાવથી કરતો જાય છે. આવા શુભ અભ્યાસના બળથી તે છેવટે ઉત્તમ ગુણણિ ઉપર આરૂઢ થઈ, પરમાત્મદશાને પ્રાપ્ત કરી, સિદ્ધ બુદ્ધ મુક્ત થઈ પરમપદને પામે છે.
| ( જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૧૬૨. )
આપણી આધુનિક સ્થિતિનું અવલોકન અને પૃથક્કરણ કરવા નિમિત્તે બે બંધુઓ વચ્ચે
થયેલો બોધદાયક સંવાદ. રમણિક–આજકાલ આપણી આર્ય ગણાતી પ્રજામાં