________________
લેખ સંગ્રહ
[૨૩૩] સમર્થ અને સફળ પ્રયત્ન સ્વસમાજ-સુધારણાની સારી આશા રાખી શકાય. સમાજને કોઈ પણ જરૂરી અંગમાં થતા કે થયેલા બગાડા ભણી તેઓ ઉપેક્ષા યા આંખમીંચામણાં કરે તે અસહ્ય જ લેખાય અને તેનું ભારે અનિષ્ટ પરિણામ જ આવે, જે તેમને પોતાને તેમજ આખી સમાજને બહુ દુઃખ સાથે ઘણે લબે વખત સહન કરવું પડે. ઉપેક્ષા કરેલે રેગ
જ્યારે ગંભીર રૂપ પકડે ત્યારે કુશળ વૈદ્ય જ તેનું ખરું નિદાન શોધી કાઢી એગ્ય ચિકિત્સા(ઉપાય)વડે તે વ્યાધિને નિમૂળ કરવા ફતેહમંદ નીવડી શકે, તેથી તેવા કુશળ વૈદ્યનો જ સમાશ્રય જેમ કરે ઘટે, તેમ સમાજમાં વ્યાપી રહેલે ઘણી વખત ભાવ-રેગ પરખી, નિર્મૂળ કરવા કુશળ, સ્વાર્થ ત્યાગી સાધુજનોને જ આશ્રય લઈ, તેની આંતરસુધારણા સારી રીતે કરવી ઘટે.
શ્રી સંઘની નિ:સ્વાર્થ સેવા કરવાનું ભારે મોટું ફળ શાસ્ત્રકારે કહ્યું છે, તે “ સમાજની સમાચિત સેવા નિ:સ્વાર્થ ભાવે કર્યાથી તેમાં સમાસ પામતા શ્રી સંઘની સેવાનો લાભ પણ સહેજે મળી શકે, તે વિશાળ સમાજની ખરી અણીના વખતે નિઃસ્વાર્થ સેવાને લાભ ઉઠાવવાની ઉમદા તક જતી કેમ જ કરાય? જે સમાજ ભાવ-રેગના સડાવડે કેવળ નિ:સત્ત્વ બની જાય તો તેમાંથી ઉમદા નરરત્ન કે સ્ત્રીરને પાકવા આશા કયાંથી જ રખાય ? અને તેવાં પુરુષ કે સ્ત્રીરો પાક્યા વગર રત્નાકર સમાન શ્રીસંઘની સુવ્યવસ્થા શી રીતે જળવાય ? જે આ વાત વ્યાજબી લાગતી જ હોય તો ગુણરત્નાકર શ્રીસંઘની સુવ્યવસ્થા જાળવી રાખવા માટે અને સંઘસમાજમાં વધત જતો સડો અટકાવવા માટે સહૃદય સ્વાર્થ ત્યાગી સુસાધુજનેએ જેમ