________________
લેખ સંગ્રહ
[ ૧૭૩ ] જૈન તેમજ જૈનેતર દયાળુ જનેએ લક્ષમાં રાખવા
યેગ્ય કિંમતી સૂચનાઓ. આખી પૃથ્વીને દાન કરતાં એક જીવને જીવિતદાન દેવું વધારે કિંમતી છે. જ્ઞાનદાન–વિદ્યાદાન વળી એથી ચઢિયાતું છે, કેમ કે તેથી જીવિત ઉન્નત બને છે. સ્વપુત્રપુગ્યાદિક સંતતિને અભણ રાખનાર માતાપિતાદિક વડીલે શત્રુ સમાન છે. જેમણે કેળવણીને સ્વાદ લીધે નથી તે તેની મીઠાશ શી રીતે જાણી કે પિછાણી શકે ? અત્યારે જે પુત્રપુચાદિક રૂપે દેખાતાં હોય છે તે વખત જતાં પિતામાતા બની જાય છે. તે વખતે પ્રથમથી કેળવાયેલ પિતા દશ શિક્ષકની અને કેળવાયેલી શાણી માતા સો શિક્ષકની ગરજ સારે છે, તેમ છતાં કેળવણી તરફ પૂરતું લક્ષ કયાં દેવાય છે? ગમે તે બાબતનું અધરું શિક્ષણ બહુધા નુકશાનકારક નીવડે છે, એમ સમજી એક પણ ઉપયોગી બાબતનું બનતા સુધી સંપૂર્ણ સંગીન શિક્ષણ જ આપવા પ્રબંધ કરવો જોઈએ. સે અઘરા શિક્ષણ કરતાં એક સંપૂર્ણ શિક્ષણ જ સારું. જે માતાપિતાદિકમાં કેળવણીની ગંધ સરખી ન હોય તો તે બાળકોમાં કયાંથી આવી શકે ? બાળકને શરૂઆતમાં તે માતાપિતાના ઉસંગમાં જ રમવાનું હોય છે. જે માતાપિતા પોતે કેળવાયેલા હોય તે તેનો લાભ બાળકોને સહેજમાં આપી શકે. શરીરનું આરોગ્ય સારી રીતે સચવાય એવા નિયમનું પાલન કરી જાતે અનુભવ મેળવ્યું હોય એવા માતાપિતાદિક વડીલે તરફથી જ બાળકોના આરોગ્ય સાચવવાની રુડી આશા રાખી શકાય, પણ તેમાં બેદરકાર રહેનાર તરફથી તેવી આશા રાખવી વ્યર્થ છે.