________________
[૧૫૬ ]
શ્રી પૂરવિજયજી વચનનું શ્રવણ કરવાની અતિ ઉલટ (ઉત્કટ ઈચ્છા), તેના ઉપર અત્યંત પ્રેમ-ભક્તિ રાગ જાગ અને બની રહે.
૪ અનુકંપાબુદ્ધિ-ગુણહીન-નિર્ગુણ–દષવંત યોગ્યતા વગરના અને નીચ-નિર્દય જીવ ઉપર પણ મનમાં ખેદ કે દ્વેષ નહિ લાવતાં, અનુકંપા બુદ્ધિથી તેમને ઉચિત હિતવચનથી પણ જ્યારે સુધારીને ઠેકાણે પાડવા અશક્ય જ જણાય ત્યારે તેનાથી અળગા રહી, તટસ્થપણે તેનું પણ હિત ઈચ્છી, સ્વકર્તવ્યકર્મમાં સાવધાન થઈ રહેવું. નકામી પરપ્રવૃત્તિ વડે સ્વકર્તવ્યધર્મને વિસારી નહિ દેતાં તેમાં સાવધાન રહેવું, સમતિદષ્ટિનાં એ ચાર લિગો–લક્ષણો કહ્યા છે. વળી તેનાં પાંચ લક્ષણે પણ નીચે મુજબ બતાવ્યાં છે.
૧ અનુકૂળ શમ-ઉપશમ–કોધ, માન, મદાદિકને એવા મંદ કે મર્યાદિત કરી દેવા અને ક્ષમા, મૃદુતા, નમ્રતા, લઘુતાદિક ગુણને ધારણ કરવા કે જેથી અપરાધી જીવનું પણ અણુ હિત કરવા માઠું ચિન્તવન કરવામાં આવે નહિ. કદાચ તેને ઉચિત શિક્ષા કરવામાં આવે તે પણ તેને અંતરંગ હેતુ તેનું કે સમાજનું કે ઉભયનું હિત જ કરવાનું હોય.
૨ સંવેગ-મોક્ષાભિલાષ–દેવ કે માનવમાં અત્યારે ગમે તેવાં દેખાતાં પ્રગટ સુખ હોય પણ તેને છેડે જન્મ–મરણના અનંતા દુઃખ સાથે લાગેલા જ હોય છે, તેથી તેને સુખરૂપ નહિ લેખતાં, તપ જપ સંયમાદિક ધર્મસાધનમાં અત્યારે ગમે તેવું દુખ દેખાતું હોય પણ પરિણામે તેથી સર્વથા જન્મમરણનો ભય ટળી જવારૂપ મોક્ષસુખની પ્રાપ્તિ થઈ શકે છે, તેથી