________________
[ ૯૪ ]
શ્રી કપૂરવિજયજી લક્ષ્મી અસ્થિર છે, વન જોતજોતામાં વહી જાય છે, જીવિતને કશે ભરોસો નથી–જીવિત યમની દાઢ વચ્ચે આવી રહેલ છે; છતાં પણ મનુષ્યને પરભવનું સાધન કરી લેવામાં કેટલી બધી ઉપેક્ષા વર્તે છે? અહો ! જીવોનું કેટલું બધું વિસ્મયકારી વર્તન છે ? હે મનવા ! તારે સુખી થવું હોય તે સમજ કે સર્વ પાપનું મૂળ લેભ છે, વ્યાધિનું મૂળ સમૃદ્ધિ (લેલુપતા) છે અને દુઃખનું મૂળ નેહ-રાગ છે. સઘળાં દુઃખના ઉપાદાન કારણભૂત એ ત્રણ વાનાંને ત્યાગ કરીને તું સુખી થા.
વળી સમજ કે નિત્યમિત્ર સમાન આ શરીરને સદા ય પિષણ આપ્યા છતાં પરિણામે એ પિતાનું થતું નથી, અવશ્ય પડવાનું જ છે, તો પછી તેના ઉપર ખોટી મમતા બાંધી શા માટે અનેક ઔષધ-ભેષજ કરી કલેશ હેર છે ? બધા બાહ્ય અને અત્યંતર રોગમાત્રનું નિકંદન કરી શકે એવા ધર્મ રસાયણનું પાન કરી લે, જેથી તેને સર્વ રીતે આરામ પ્રાપ્ત થાય. વળી વિચારી જતાં તને સમજાશે કે પશુઓનાં શરીરનાં અંગઉપાંગ અને મળ આદિ બધાં જીવતાં અને મૂવા પછી પણ કંઈ ને કંઈ ઉપયોગમાં આવે છે, તેમ મનુષ્યદેહનું કંઈ ઉપગી થઈ શકતું નથી. તો પછી આ ક્ષણવિનાશી દેહદ્વારા કંઈ પણ આત્મહિત સાધી લેવામાં તું કેમ ઉપેક્ષા કરે છે ? આ મનુષ્યદેહથી
સ્વહિત સાધી લેવામાં ઉપેક્ષા કરવી તને લાછમ નથી, માટે હવે પ્રમાદપટળનો પરિહાર કરીને સ્વહિતમાર્ગ જલદી આદરી લે અને એમ કરતાં બની શકે તેટલા પ્રમાણમાં પરહિત કરવામાં પણ ઉજમાળ થા. ખરા સુખી થવાને એ જ માર્ગ છે. ઈતિશમ
[ જે. ધ. પ્ર. પુ. ૩૦, પૃ. ૧૪૬. ]