________________
લેખ સંગ્રહ
[ ૧૭ ] જે સ્ત્રી ડાહી ગણાતી હોય છતાં ઉપર જણાવેલા કામે તરફ ઉપેક્ષા રાખે છે તે અન્ય જીવોને વિનાશ કરે છે, એટલું જ નહિ પણ પિતાના કુટુંબીવર્ગનું પણ અહિત કરે છે; તેથી સ્ત્રી જાતિનું ખરું ડહાપણ છવયતના જાળવવામાં અને ઘર સ્વચ્છ રાખવામાં છે એમ સમજવું. ઈતિશમ્
[જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૨૫૩.]
જેવી કરણી તેવી પાર ઉતરણ. ૧ નિર્ધન સ્થિતિ છતાં ઉદાર દિલથી દાન આપે. ૨ માટે અધિકારી છતાં ક્ષમા-નમ્રતાદિક રાખે. ૩ યુવાવસ્થા છતાં દેહદમન-ઈન્દ્રિયદમન કરે. જ જ્ઞાની-વિદ્વાન છતાં માન-નિરભિમાનતા રાખે. પ સહુ વાતે સુખી છતાં મને વૃત્તિ કબજે રાખે. ૬ સહુને નિજ આત્મા સમાન લેખે. ઉપર પ્રમાણેની સુકૃત કરણું જીવન સગતિ દેવગતિ પમાડે છે. ૧ અઢળક ધન છતાં કૃષણતાથી ખર્ચ કરી ન જાણે. ૨ પ્રભુતા પામી મદ–અહંકારથી અનર્થ કર્યા કરે. ૩ તરુણવયમાં સાંઢની જેમ સ્વછંદતાથી ચાલે ૪ શાસ્ત્ર ભણી, મદથી ફુલાઈ જઈ તેને ગેરઉપયોગ કરે. ૫ સુખી સ્થિતિ પામી ઈન્દ્રિયવશ થઈ ન કરવાનું કરે.