Book Title: Lekh Sangraha Part 01
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 342
________________ લેખ સંગ્રહ [ ૩૧૧ ] સહુ કાઇ જીવાને સરખી હાય છે, એ આપણે વિસરી જવું જોઇએ નહિ. આપણે આપણા મગજમાં સમજવું જ જોઇએ કે અન્ય જીવાને જેવી શાતા પમાડશું તેવી શાતા આપણને મળી શકશે. જીવિતને ઇચ્છતા અન્ય જીવાને આપણામાં બુદ્ધિ-શક્તિ છતાં અશાતા ઉપજાવીને શાતાની આશા રાખવી એ નિરર્થક છે. આ ઉપરાંત દયાળુ ભાઇબહેનેા ધારે તેા પેાતાનાં તેમ જ કુટુંબ-કબિલાદિકના કારણે અનેક શુભાશુભ પ્રસંગે પણ કેટલેાક વગર ઉપયાગને થતા ક્ષુદ્ર જંતુઓને સંહાર અટકાવી શકે. ટૂંકાણમાં કહેવાનુ એ છે કે આપણા દયાળુ ભાઇબહેનાએ જાતે કામળ અંત:કરણ રાખી એવું ઉમદા વિવેકવાળુ વન ચલાવવુ જોઇએ કે જે જોઈને ગમે તેવા કઠાર દિલવાળા ઉપર પણ તેની સારી-ઊંડી અસર થવા પામે અને તેઓ તેનુ અનુકરણ પણ કરવા લાગે. એથી આપણું વર્તન કેવું નિર્દોષ ( આડંબર વગરનું) અને સારભૂત ( પરમાર્થ – હિતાડિતની સમજપૂર્વકનું) હોવુ જોઇએ, એ વિચારવાનુ અને વિવેકથી સ્વબુદ્ધિ-શક્તિના સદુપયેાગ કરી કલ્યાણકારી માર્ગમાં જ પળવા સંબંધી પવિત્ર લક્ષ કરવાનુ આપણા દયાળુ ભાઇબહેનેાને સ્વપરહિતાર્થ સૂચવી હાલ તે હું અહીં જ વિરમીશ. અત્ર પ્રસંગે જીવદયાની પુષ્ટિમાં આસ-આગમનાં ઘેાડાંક પ્રમાણેા ટાંકી શકાય એમ છે.— “ સ કાઈ જીવા જીવિત ઇચ્છે છે, કેાઇ મરવા ઈચ્છતા નથી; તેથી જ નિગ્રંથ—મુનિજના ઘેાર એવા પ્રાણીવધ કરતા નથી. ”

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358