________________
[ ૬૦ ].
શ્રી કરવિજયજી ચેતી શકાય તે ચેત.
સદ્ધ
૧ વિદ્યાભ્યાસીમાં મૂર્ખતા–જડતા રહેતી નથી, જાપ કરનાર– આત્માથીમાં પાપ પસી શકતું નથી, મિનવૃત્તિ ધારી રહેનારને કલહને ભય રહેતું નથી, અને અપ્રમાદી–સાવચેતી રાખનારને ભય નડતો નથી.
૨ હે જીવ! ભેજન પ્રસંગે અને ભાષણ પ્રસંગે તું પ્રમાણ સાચવ, કેમ કે અતિ આહાર-ભજન અને અતિ માન–પ્રમાણ વગરનું ભાષણ પ્રાણનો વિનાશ કરે છે, માટે જ કહ્યું છે કે
અપ ખા અને ગમ ખા.” પરંતુ આવાં સૂક્ત વચનોનો આદર વિરલા જ કરે છે.
૩ મન જ મનુષ્યને કર્મબંધનનું અને કર્મક્ષયનું પ્રબળ કારણ થાય છે. જી ! થોડા જ વખતમાં મનથી જ સંગ્રામ માંડતા પ્રસન્નચન્દ્ર રાજર્ષિએ સાતમી નરક ગ્ય કર્મદળ સંચ્યા અને થોડા જ વખતમાં એ બધા ય કર્મ મનના અધ્યવસાય સુધારતાં જ નરોગ્ય કર્મદળ વિખેરી નાંખી કેવળજ્ઞાન પામ્યા, તેવી જ રીતે ભરત ચક્રવતી પણ આરીસાભુવનમાં નિજરૂપ નિહાળતાં અધ્યવસાયની વિશુદ્ધિવડે ઘાતકર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા.
૪. અશન, વસન (વસ્ત્ર), સ્ત્રી અને સ્વજનાદિકને મારાં મારાં કરતાં કરતાં જ કૃતાન્ત (કાળ) આવી જીવને કળીએ કરી જાય છે. બેટી અને ક્ષણિક વસ્તુઓ ઉપર રાખેલી મમતા જીવને આ ભવ, પરભવ અને ભવોભવ દુઃખદાયી જ થાય છે.