________________
[ ૨૫૨ ]
શ્રી કપૂરવિજયજી
,,
પરમ પુરુષાનુ “ નમા તિત્થસ્સ ” જેવુ ભારે નમ્ર વર્તન જાણીજોઇ પછી કાણુ શાણા નર એથી અન્યથા (વિપરીત) આચરણ કરે અથવા કરવાનું પસંદ કરે ? એ જ ખરેખર હિતકર માર્ગ છે.
કાઇનામાં લેશમાત્ર ગુણુ જોઇ-જાણીને દિલમાં રાજી થવુંઉલસિત થવું, તે ગુણુને સૂક્ષ્મદ ક જેવી ખારીક દૃષ્ટિવર્ડ વિશાળ રૂપમાં જોઇ પ્રમુદિત થવુ, તેવા ગુણ-ગુણીની ખરા દિલથી સ્તુતિ, પ્રશંસા કે અનુમેદના કરવી. બીજા બાળ કે મદ અધિકારી જીવા પણ એવા ગુણગુણીને આદર કરવા અધિક આકર્ષાય તેમ તેના નિ:સ્વાર્થ પણે વિચાર કરવા કરાવવા, એ ખરેખર કબ્ધ છે.
જેમના વિચાર, વાણી અને વર્તન ખરેખર પવિત્ર છે અને તે વતી જે મહાનુભાવા દુનિયા ઉપર અનેક જીવેાનું ભલું અનેક રીતે કરી રહ્યા છે, તેવા વિરલ મહાપુરુષાનુ આદર્શ જીવન ખરેખર અનુકરણ કરવા ચેાગ્ય છે.
ઘણું ભણીને મગજમાં ઠાંસી-ઠાંસી ભરવું અને ખીજા શ્રોતા પાસે ખાલી કરવું, એ એક વાત છે, અને પેાતાની જ જાતને સમજાવી શુદ્ધ પવિત્ર આદર્શરૂપ બનાવી લેવી–બનાવવા પૂર પ્રયત્ન કરવા, એ બીજી વાત છે. પ્રથમની વાત ઘણાએ કરી શકે એવી છે, ત્યારે બીજી વાત વિરલ નરરત્ના જ કરી શકે છે. આવા નરરત્ને જ જગતમાં સર્વત્ર પૂજાય-વદાય છે. તેમની સ્તુતિ-સ્તવનાર્દિક રચના સાર્થક થઈ શકે છે.
ઉત્તમ કરણી યથાશક્તિ કરનાર, કરાવનાર અને તેની અનુમેાદના કરનાર ધન્ય–કૃતપુન્ય કહેલ છે. તેની નિંદાથી સાવધાનપણે દૂર રહેનાર પણ ધન્ય છે, કેમકે તેવા જીવ સુખે સન્માર્ગે ચઢી શકે છે. ઇતિશમૂ. [ જૈ. . પ્ર. પુ. ૩૭, પૃ. ૨૩૧. ]