Book Title: Lekh Sangraha Part 01
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 348
________________ લેખ સંગ્રહ [ ૩૧૭ ] ૧ પ્યારા ભાઈઓ અને બહેનો ! શાસ્ત્રમાં ધર્મને ચિંતામણિ રત્ન, કલ્પવૃક્ષ, કામધેનુ અને કામકુંભ જેવા અમૂલ્ય પદાર્થોની ઉપમા આપેલી છે તે સાચી છે. વસ્તુતઃ તો તે દરેક પદાર્થ કરતાં પણ ધર્મ અત્યંત અમૂલ્ય અને ઉત્તમ છે. આ વાત આપણે જાણીએ છીએ, તેમ છતાં તે અમૂલ્ય ધર્મનું સેવન કરવામાં આપણે અત્યંત મંદતા-નિરુત્સાહતા–કાયરતા કેમ આદરીએ છીએ એની આપણે બારીકીથી તપાસ કરવાની જરૂર છે, એટલું જ નહિ પણ આપણે એ દોષોને શોધી કાઢી તેમને બનતી ચીવટથી દૂર કરવા એ આપણું મુખ્ય કર્તવ્ય છે. ૨ જે ભાઈ બહેનો ખરેખરા ઓજસ્વી–વલંત વિય–પરાક્રમવાળા હોય છે તેઓ જ ચિંતામણિરત્ન સદશ અમૂલ્ય ધર્મને આદરપૂર્વક સેવી શકે છે, બાકીના તો તેને એક કુળાચાર તરીકે માની લઈ ફક્ત લેકવ્યવહારથી જ સેવતા હોય છે. એથી એ બાપડા તેના ફળ-આસ્વાદને પામી શકતા નથી.એટલે તથા પ્રકારની સમજ સાથે વીલાસપૂર્વક તે ધર્મનું સંસેવન કર્યા વગર ખરો રસાસ્વાદ મેળવી શકાતો જ નથી. ૩ જેમ પાયા વગર અને તે પણ દઢ મજબૂત પાયા વગર સારી ઈમારત ચણી શકાતી નથી, તેમ જ્ઞાન અને શ્રદ્ધાનરૂપ સુદઢ પાયા વગર ધર્મનું બંધારણ ટકી શકતું નથી. ૪ જેમ મલિન વસ્ત્ર ઉપર રંગ ચઢતે નથી, તેમ વ્યવહાર શુદ્ધિ વગરના જીવ ધર્મના રાગથી રંગાઈ શકતા નથી. ૫ જેમ ઘઠાર્યામઠાર્યા વગરની ખરબચડી ભીંત ઉપર ઈચ્છિત ચિત્ર ઊઠી શકતું નથી, તેમ તથા પ્રકારના શુભ

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358