________________
લેખ સંગ્રહ
| ૧૫ ] પ્રસંગે જયણા રહિત ઘસમસીને ઉપયોગશુન્યતાથી ઘણી એક યાત્રા કરવા કરતાં જયણા સહિત સ્થિરતા રાખી ઉપગપૂર્વક પ્રસન્નતાથી થોડી પણ યાત્રા કરીને સંતેષ પકડ લાભદાયક જણાય છે.
૬ શરીરનાં અત્યંત ક્ષીણતા તથા રોગાદિક કારણ વગર યાત્રાપ્રસંગે સુખશીલપણાથી જાનવરોને ત્રાસ ઉપજાવીને કે ડળીવાળાઓની ખાંધ ઉપર ચઢીને જવાનું શ્રીમંતને પણ વિવેક તજી દેખાદેખી ચલાવવા દેવાનું સલાહભર્યું નથી, એ જ રીતે કંતાનના બટ–મેજાં પહેરી ડુંગર ઉપર જવા આવવાની વધતી જતી રૂઢી પણ નુકશાનકારી જ છે.
૭ શરીર-ઈન્દ્રિયનું દમન કરવા, કોધ માનાદિક કષાયને જીતવા, હિંસા અસત્યાદિક પાપસ્થાનકને પરિહાર કરવા, તથા મન, વચન, કાયાનો યથાયોગ્ય નિગ્રહ કરી, તેમને પવિત્ર કરવા નિમિત્તે, ઘરબાર ત્યજીને, યાત્રાર્થે નીકળીને, માર્ગમાં અનેક કષ્ટ ઉઠાવીને યાત્રા કરવાનું કહ્યું છે.
૮ દરેક શ્રદ્ધાળુ ગૃહસ્થ માર્ગાનુસારી થવાને માટે ન્યાયનીતિ-પ્રમાણિકતાથી જ કમાણી કરીને, સ્વકુટુંબપાલન કરવા ઉપરાંત શુભ ક્ષેત્રમાં તેનો સદુગ વિવેકથી કરીને લ્હાવે લેવા સદા ય લક્ષ્ય રાખવું જોઈએ.
૯ સકમાણીનું જેટલું દ્રવ્ય ખરા ઉત્સાહથી સારા માગે (પરમાર્થ દવે) સ્વહસ્તે તુચ્છ યશ-કીર્તિની વચ્છા રાખ્યા વગર, આત્મકલ્યાણાર્થે ખચી શકાય તેટલું જ લેખે છે; બાકી સ્વેચ્છાએ તે ઘણાએ રળે છે અને ખર્ચે છે તેમાં નવાઈ શી?