________________
લેખ સંગ્રહ
| [૧૫૯ ] છે, વિશ્વાસઘાત-છળ-પ્રપંચ-કપટરચના જ કર્યા કરે છે, મુખે મીઠાશ અને હૃદયમાં હળાહળ ઝેર જ રાખ્યા કરે છે, તથા મિથ્યા ભ્રમણામાં જ ભમ્યા કરે છે, તે બાપડા આ બધી અમૂલ્ય સામગ્રીને હારી જઈ પાપ-કર્મવશ અનંત ભવસાગરમાં ડૂબે છે અને અનંતા જન્મમરણાદિકનાં દુ:ખને સહ્યાં કરે છે. તેથી જ પરમાર્થદર્શક શાસ્ત્રકારો પોકારી પોકારીને કહે છે કે વિષયકષાય અને વિકથાદિક પ્રમાદાચરણ તજી, જ્ઞાની સદુગુરુના પડખાં સેવી, વિનયબહુમાનપૂર્વક સાધ સાંભળી, તેને હૃદયમાં ધારી રાખી, હંસની પેઠે વિવેક આદરી, યથાશક્તિ વ્રત-નિયમનું પાલન ઉલ્લસિતભાવે કરી આ અમૂલ્ય તકને સાર્થક–સફળ કરી લેવા ન ચૂકવું એ જ પરમબંધુ પરમાત્મા પ્રભુની પવિત્ર આજ્ઞાનું આરાધન કરવાનો અમેઘ ઉપાય છે. જેમ કોઈ એક ઉપગારી સુઘના વચનાનુસારે ઔષધનું સેવન કરનાર વ્યાધિવંત માણસ સર્વ વ્યાધિથી મુક્ત થઈ શકે છે, તેમ પરમ ઉપગારી વીતરાગ પ્રભુનાં એકાન્ત હિતકારી વચનોને પૂર્ણ શ્રદ્ધા-રુચિથી સેવનારા ભવ્ય જનો સકળ રાગ, દ્વેષ અને મહાદિક મહારોગથી સર્વથા મુક્ત થઈ પરમ શાન્તિને પામે છે.
ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૬૯]
કામાધતા તજવા હિતોપદેશ. " दिवा पश्यति नो धूकः, काको नक्तं न पश्यति । __ अपूर्वः कोऽपि कामान्धो, दिवा नक्तं न पश्यति ॥"
ઘૂવડ દિવસે દેખતું નથી અને કાગડે રાત્રે દેખતે