Book Title: Lekh Sangraha Part 01
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 345
________________ [ ૩૧૪ ] શ્રી કપૂરવિજયજી જેમાં ક્રોધાદિક કષાય, પાંચ ઈન્દ્રિયના વિવિધ વિષયે અને અશનાદિક આહારનો ત્યાગ કરવામાં આવે તે ઉપવાસ જાણો, બાકીની તે લાંઘણ જાણવી, એમ જ્ઞાની પુરુષ કહે છે. ૭ પુન્ય અને પાપને વ્યુત્પત્યર્થ કહે “પુજાતિ તપુuથમ્ . ” (આત્માને) પાવન કરે તે પુન્ય જાણવું. “વરાતિ મીનતિ તપાવF ” આત્માને મલિન કરે તે પાપ જાણવું. ૮ વગર વિચારે અતિરભસપણે કાર્ય કરવાથી કેવું પરિ. ણામ આવે છે તે સંક્ષેપથી કહે. " सगुणमपगुणं वा कुर्वता कार्यजातं । परिणतिरवधार्या यत्नतः पण्डितेन ॥ अतिरभसकृतानां कर्मणामाविपत्तेर्भवति हृदयदाही शल्यतुल्यो विपाकः ॥" સારું કે નરસું ગમે તે કાર્ય કરતાં ડાહ્યા માણસે તેના પરિણામનો સારી રીતે બુદ્ધિબળથી વિચાર કરવો જોઈએ; કેમકે અતિ રસપણે (ઉતાવળે) જે કાર્ય કરવામાં આવે છે તેથી એવી વિપત્તિ આવી પડે છે કે જેથી હૃદયને ભારે પરિતાપકારી વિપાક ભોગવવો પડે છે. પરિણામદશી પણે વિચારીને કાર્ય કરનાર તેવા કટુક વિપાકથી બચી જાય છે. ૯ ઈચ્છા-અને રથ ફળિભૂત થવાને સાચો માર્ગ દર્શાવે “ First deserve and then desire" પ્રથમ યોગ્યતા-લાયકાત મેળવે અને પછી ઈચ્છા-મનોરથ કરે. ૧૦ મુશીબત આવી પડે તે ઉલ્લંઘી જવાય એ માર્ગ બતાવો.

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358