Book Title: Lekh Sangraha Part 01
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 314
________________ લેખ સંગ્રહ. [ ૨૮૩ ] કરવામાં આધક આદરવંત થવું. સુખશીલપણું–કાયરપણું તજી શુરવીર બનવું. છતી શક્તિ ગોપવી નહિ; કેમકે ફરી ફરી સુગ મળવો દુર્લભ જ છે. ૧૨ દરેક ધર્મકરણ કરવાના હેતુ પ્રમુખ ગુરુગમ્ય સમજી, તેનો આદર કરવા પિતાની યોગ્યતા સંબંધી સંમતિ મેળવી, આજ્ઞાનુસારે પ્રવૃતિ કરાય તેવું લક્ષ રાખવું. સ્વયેગ્યતા મુજબ યથાવિધિ કરેલી કરણ જ લેખે થઈ શકે છે. ૧૩ અરિહંત પ્રભુનો અનંત ઉપકાર વિચારીને તેમની દ્રવ્યભાવથી પૂજા-ભક્તિ સ્વશક્તિ અનુસારે કરવી, કરાવવી અને તેને અનુમોદવી. (વીર્ય ગોપવવું નહિં). ૧૪ પંચપ્રકારી, અષ્ટપ્રકારી, સત્તરપ્રકારી, એકવીશપ્રકારી, અદૃશતપ્રકારી (અષ્ટોત્તરી) પ્રમુખ દ્રવ્યપૂજા પૈકી પિતાનાથી બની શકે તે પ્રભુપૂજા આદરથી કરવી. સ્વન્યાયેદ્રવ્યની સફળતા કરવા એ વિહિત માર્ગ છે. ૧૫ પવિત્ર તીર્થ જળ, શીતળ ચંદન, અને સાચા તાજાં સુગંધી પુષ્પવડે પ્રભુની અંગપૂજા તથા ખુશબોદાર ધૂપ, દીપક, અક્ષત, નૈવેદ્ય અને સરસ ફળવડે અગ્રપૂજા કરવાથી અષ્ટપ્રકારી પૂજા કહેવાય છે, અને એ ભાવ સાહત કરનારા સુગુણ ભાઈએ અને બહેને એથી અનુપમ લાભ મેળવી શકે છે. ૧૬ અરિહંત પ્રભુના ઉત્તમ આલંબન યેગે ઉક્ત અષ્ટપ્રકારી પૂજાવડે અનુક્રમે સ્વદેષશુદ્ધિ, કષાયશાન્તિ, ચિત્તપ્રસન્નતા, સુ. વાસના, સમ્યજ્ઞાન-પ્રકાશ, નિર્મળ શ્રદ્ધા, મનઈન્દ્રિયજય અને

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358