________________
લેખ સંગ્રહ
[ ૨૫૫ ] ૬ પ્રેમ કરવાથી સાધનો તો આપોઆપ મળી આવશે. પ્રેમને ઉષ્ણ પ્રકાશ જ જીવન ઉત્પન્ન કરે છે.
૭ એકલી ભૂખી લાગણી અથવા દિલ જી જ ચાલશે નહિ. રાષ્ટ્રિયત્વની જુસ્સાદાર લાગણું ફેલાવવામાં હિન્દમાતાના દરેક પુત્રે પ્રયત્ન કરીને મદદ કરવી જોઈએ.
૮ દેશસેવા કરવાના પ્રસંગ જોઈએ તેટલા છે.
૯ દોષ શોધવાની દષ્ટિ દૂર કરીને ગુણગ્રાહકતા વધારવી. બંધુભાવ, કાર્ય કરવાની વૃત્તિ, એકત્ર થવાની ટેવ અને મહેનતભર્યા કાર્યો કરવાને હિન્દીઓને જાગૃત કરવા એ હાલ ઘણું જરૂરનું છે.
૧૦ શત્રુતા રાખવાથી અને વેર લેવાથી આપણું કલ્યાણ થશે નહિ, પણ આપણું કર્તવ્ય બજાવવાથી, પ્રેમ રાખવાથી જ કલ્યાણ થશે-ધઈ શકશે.
૧૧ પ્રેમ સર્વને જીતે છે એવો અનુભવ તમને મળી શકશે. ૧૨ જે પ્રમાણમાં મનુષ્યની જરૂરીઆતો એછી તે પ્રમામાં તેને વધારે શ્રીમંત સમજ.
૧૩ સર્વ દુઃખો, આફત, ચિંતાઓ અને વિપત્તિએ માત્ર સ્વાર્થ બુદ્ધિમાંથી જ ઉત્પન્ન થાય છે.
૧૪ સતત્ કર્મ–પુરુષાર્થ અદશ્ય રીતે મનને ઉચ્ચ પગથિયે ઉપર ને ઉપર લઈ જાય છે.
૧૫ મનુષ્ય શુદ્ર અહંકારને તજી જેમ જેમ આગળ જાય તેમ તેમ તે વધારે સારું કામ કરી શકે. ઈતિશમ
[ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૩૬૧. ]