________________
[ ૩૦૬ ]
શ્રી કષ્પરવિજયજી કે થોડાક પૈસા ખર્ચીને પકડી લાવી તમારી નજર આગળ ખડાં કરે છે, અથવા બજારમાં વેચવા માટે ખુલ્લા મૂકે છે યા તેમના ઘર આગળ એકઠાં કરે છે અને તમારા ભેળા દયાળુ સ્વભાવને લાભ લઈ તે અનાથ નિરપરાધી પશુ-પંખીઓના મનગમતાં દામ માગે છે. તમે તમારા ભેળા દયાળુ સ્વભાવથી જ તેવા નિર્દય લોકોને મનગમતાં (માંગ્યાં) દામ–પૈસા આપી, તે કૂર લોકોએ આણેલાં પશુ-પંખીઓને છોડાવી પિતાને કૃતાર્થ લેખો છો.
જે કે એ અનાથ પશુ-પંખીઓને ક્ષણભર આશ્વાસન મળે છે ખરું, પણ પેલા નીચ-નિર્દય દિલના લોકો તમારી પાસેથી લીધેલ પસાને કેવો ગેરઉપયોગ કરે છે કે કરશે તેને વિચાર સરખો પણ આપણા ભેળા સ્વભાવને બંધુઓ ભાગ્યે જ કરે છે અને તેથી પરિણામે જે મહાઅનર્થની પરંપરા ચાલે છે તેના કારણભૂત કેટલેક અંશે આપણા ભેળા સ્વભાવના દયાળુ બંધુઓ જ બનતા હોય એમ જણાય છે.
પિલા નીચ-નિર્દય લોક પિતે મારફાડ કરીને કે થોડાક પૈસા ખર્ચીને આણેલાં એ અનાથ જાનવરોનું વખત વતીનેગરજ સમજીને પુષ્કળ દ્રવ્ય લઈ વેચાણ કરે છે અને એ જ દ્રવ્યથી પાછાં એવા ને એવા અનાથ જાનવરો-પશુ-પંખીઓને ઘણા મોટા પ્રમાણમાં–સંખ્યાબંધ ખરીદીને કે ગમે તેવી નિર્દય રીતે જાળ વિગેરે નાંખી પકડી લાવે છે અને પિતાને એ નીચ ધંધો ધમધોકાર ચલાવી, અનાથે પ્રાણુઓને અનેક રીતે ત્રાસ આપતા ત્રાહી ત્રાહી પોકરાવે છે. આ મુદ્દાની બાબત ઉપર દયાળુ ભાઈબહેનેએ બહુ બહુ વિચાર કરી, જેમ દુઃખી-અનાથ