________________
લેખ સંગ્રહ
[ ર૨૫] હોય તે આપણે કંઈ પણ દુકૃત્ય કરવા, કરાવવા કે અનુમોદવાથી દૂર રહેવા માટે સુકૃત્ય અને દુષ્કૃત્યનું ખરું ભાન આપણા અંતઃકરણમાં સદાદિત રાખવા ભારે કાળજી રાખવી જોઈએ.
અઢારે પાપસ્થાનકોનાં નામ આપણે કઠે કર્યા તેટલા માત્રથી શું વળે ? તેથી કાંઈ પાપસ્થાનકથી આપણે આત્મા લેપાતોમલિન થતો ન અટકે, માટે સદાચરણમાં ઉત્સાહ સહિત નિઃસ્વાર્થ પણે પ્રવૃત્તિ કરતાં શીખી, આપણે આત્મા ઉજજવળ-નિર્મળ બનતો જાય તેની પૂરી કાળજી આપણે રાખતાં રહેવું, એ બહુ ઈચ્છવાજોગ છે.
પૂરેપૂરી સમજ યા વિવેકની ખામીને અંગે ખરું કર્તવ્ય ભૂલી જઈ અથવા બાજુએ રાખી આપણે બધા દેખાદેખી કરવા લાગીએ છીએ. એ ગંભીર ખામી સુધારી લેવાની ભારે અગત્ય આપણને પૂરેપૂરી સમજાય તો આપણું ભવિષ્ય સુધ રતાં વાર ઓછી જ લાગે; કેમકે આપણું ખરા કર્તવ્યનું યથાર્થ ભાન સદ્દભાગ્યે થયા પછી તેનું પાલન કરવા આપણે ઠીક લાગણી સાથે પ્રયત્ન કરી શકીએ.
અનાદિ અજ્ઞાન અને કુવાસનાયેગે આપણામાં અગણિત દોષ જડ ઘાલીને રહેલા છે, તે બધા દૂર કર્યા વગર આપણે છૂટકે નથી, પરંતુ આત્મબળ ફેરવી ખરે માગે લાગ્યા વગર તે દે બોલવા માત્રથી દૂર થઈ શકે એમ નથી. આખી સમાજનો મોટો ભાગ જ્યારે ખરા કર્તવ્યનું ભાન ભૂલી આડેઅવળે રસ્તે ચઢી ગયો હોય ત્યારે ખરા શાસન પ્રેમી
૧૫