Book Title: Lekh Sangraha Part 01
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 332
________________ લેખ સંગ્રહ [૩૧] બ્રહ્મચર્યની રક્ષા માટે પાળવા ફરમાવ્યું છે. તે નવ વાડામાં પણ મુખ્ય વાડ એ છે કે નિરવદ્ય-નિર્દોષ-નિરુપધિક ( સ્ત્રી પશુ, પડક-નપુંસક વિગેરે વિષયવાસનાને જગાડનારાં કારણે વગરનાં) સ્થળમાં જ વિવેકસર નિવાસ કરો. સંયમવંત–ચારિત્ર પાત્ર સાધુજનોએ પ્રથમ આત્મ-સંયમની રક્ષા તથા પુષ્ટિ નિમિત્તે ઉક્ત દોષ વગરની-નિર્દોષ અને નિરુપાધિક એકાન્ત વસતિ-નિવાસસ્થાન પસંદ કરવાની જરૂર છે. એથી સ્થિર-શાન ચિત્તથી જ્ઞાન, ધ્યાન પ્રમુખ સંયમકરણીમાં ઘણું અનુકૂળતા થાય છે, તે કરતાં અન્યથા વર્તવાથી (તથા પ્રકારના ઉપાધિ-દોષવાળા સ્થાનમાં વસવાથી) તો મન, વચનાદિક ગની ખલન થઈ આવે છે એટલે કે ગૃહસ્થ લેકના ગાઢા પરિચયથી, તેમની સાથે નકામી અનેક પ્રકારની કુથલી કરવામાં ભાગ લેવાથી તેમ જ સુંદર આકૃતિવંત સ્ત્રી પ્રમુખનાં રૂપશંગારાદિક દેખવાથી, મનગમતા શબ્દાદિક સાંભળવાથી યથેચ્છિત સુગંધ યુક્ત પદાર્થનું સેવન કરવાથી, મનગમતાં ભેજન કરવાથી અને સુકોમળ શય્યા પ્રમુખ ભેગવવાથી સાધુજનોને સંયમમાર્ગમાં ક્ષેભ પેદા થાય છે. વિષયવાસના જાગવાથી મન ચંચળ અને મલિન થઈ જાય છે તેમ જ મદિરાપાન કરેલાની જેમ બોલવામાં પણ કશું ઠેકાણું રહેતું નથી–વદ્વાતÁા બોલી જવાય છે અને એમ થવાથી અંતે સંયમધર્મની રક્ષા થતી નથી તેમ જ શાસનની હીલના થાય છે. આ પ્રકારના બધા અનિષ્ટ દોષો તરફ સાધ્યદષ્ટિ રાખી સંયમમાર્ગની રક્ષા અને પુષ્ટિ કરવાની પ્રબળ ઈચ્છાગે નિર્દોષ સ્થાનમાં વસવાથી તે અટકી શકે છે. આ બધી સાધકદશાની વાત છે. બાકી જેઓ સિદ્ધયોગી છે–જેમણે પોતાનાં મન, વચન અને

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358