________________
[૩૦૪]
શ્રી કપૂરવિજયજી ૮ વિવોપકારી–અનેક કટિગમે ઉપકાર કરવાવડે જે ત્રિભુવનને પ્રસન્ન કરે છે તેમ છતાં જે મનમાં લગારે ગર્વ ધરતા નથી અને પ્રત્યુપકારની–બદલાની કંઈ પણ ઈચ્છા કરતા નથી તે મહાપુરુષ કહેવાય છે. ( ૯ સંપૂર્ણ ચન્દ્રકાન્તિવત શુદ્ધ ચારિત્રવત-સંપૂર્ણ ચન્દ્રની કળાની પેઠે જેની ચારિત્રકળા સંપૂર્ણ ઝળહળી રહી હોય છે, જેમને સર્વત્ર સમાનભાવ સમરસભાવ જાગે છે, જેથી પવિત્ર શાક્તરસમાં જે જાતે નિમગ્ન રહે છે અને અનેક ભવ્યાત્માઓને શીતળતા પમાડે છે, કેઈને કદાપિ કિંચિત્ માત્ર અશાતા ઉપજાવતા નથી તે ખરેખર મહાપુરુષે કહેવાય છે.
૧૦ વિનીત–શાસ્ત્ર પ્રસિદ્ધ પંથક, મુનક્ષત્ર, સર્વાનુભૂતિ, તમસ્વામીની પેઠે, અથવા ચંદનબાલા, મૃગાવતી અને સતી સુભદ્રાની પેઠે જે ગુણ ગુણી પ્રત્યે અત્યંત નમ્રતા ધારે છે તે મહાપુરુષ લેખાય છે. .
૧૧ વિવેકી-જેના હૃદયમાં સત્યાસત્યની વહેંચણ કરાવનાર સદસવિવેક પ્રગટ્યો છે તેથી જે રાજહંસની પેઠે દોષમાત્ર તજી દઈ ગુણમાત્ર ગ્રહી લે છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને વિચારી, ઉચિત માર્ગને આદરી, જે સ્વપર ઉન્નતિ સાધવા સતત પ્રયત્ન સેવ્યા કરે છે તે મહાપુરુષની કોટિમાં ગણાય છે.
એ રીતે મહાપુરુષગ્ય ઉત્તમ લક્ષણ જાણે આદરવા સુજ્ઞ ભાઈબહેનેએ સતત પ્રયત્ન સેવો, જેથી સ્વ પર અભ્યદિય થવા પામે.
ઈતિશમ્ [ જે. ધ. પ્ર. પુ. ૨૯, પૃ. ૨૬૫ ]