________________
[ ૧૨૪]
શ્રી પૂરવિજયજી ૧૨ ઉત્તમ કુળની લજજા-મર્યાદા સદા ય સાચવવી (પાળવી). ૧૩ કેઈનું દિલ ન દુ:ખાય-મર્મમાં ન લાગે એવું લક્ષમાં
રાખીને ભાષણ કરવું. ૧૪ કેઈના ઉપર ખોટું આળ ન આવે એવું લક્ષ રાખીને
ભાષણ કરવું. ૧૫ સામાનું હિત સચવાય, ખેદ ન ઉપજે એવું નમ્ર વચન કહેવું. ૧૬ કંઈ પણ સ્વાર્થ બુદ્ધિ રાખ્યા વગર સહુના ઉપર ઉપગાર કર. ૧૭ કોઈએ આપણા ઉપર કરેલો ઉપગાર સદા ય સ્મરણમાં રાખવે. ૧૮ દીન, દુઃખી, અનાથ જીને યોગ્ય આલંબન આપ્યા કરવું. ૧૯ કોઈની પાસે દીનતા કર્યા વગર જાતમહેનતથી કમાઈ ખાવું. ૨૦ લાચારીથી કોઈ કંઈ જરૂરી માગણી કરે તો તે તત્કાળ
યથાશક્તિ કબૂલ રાખવી. ૨૧ જરૂર પડે ત્યારે અદનપણે વ્યાજબી દલીલ કરી બતાવવી. ૨૨ આપબડાઈ અને પારકી લઘુતા ન થઈ જાય એવું લક્ષ
રાખી વાક્ય બોલવું. ર૩ ઘટતી રીતે આપણે દોષની નિંદા કરવી અને પરગુણની
પ્રશંસા કરવી. ૨૪ નિજ દેષની હાનિ અને સગુણની વૃદ્ધિ થાય તેમ લક્ષ
રાખી વર્તવું. ૨૫ અતિ ઘણું નહિ હસતાં મંદ (સિમત) હાસ્યની જ ટેવ રાખવી. ૨૬ વૈરીને વિશ્વાસ નહિ કરતાં તેનાથી સદા ય ચેતતા રહેવું. ર૭ પ્રમાદ સમાન કટ્ટો દુશ્મન જવલ્લે જ હોઈ શકે.