________________
લેખ સંગ્રહ
[ ૨૫૧ ] ગતિ એવી મતિ અને અતિ એવી ગતિ. ગમે તેમાં, ગમે તે સ્થિતિમાં, ગમે તે સદ્ગુણ હોય તે અનુમોદવા–પ્રશંસવા ગ્ય છે, એમ સ્પષ્ટપણે આગમગ્રન્થોમાંથી જાણી-જોઈ, આપણે ભાગ્યેાદય હોય તો તે આદરી, આપણા વર્તનમાં ઉતારી શકાય છે. ગુણ-ગુણને કથંચિત્ અભેદ હોવાથી ગુણજનોને આદર-સત્કાર કરવા-કરાવવાથી તેમનામાં રહેલા ગુણાનો પણ સહેજે આદરસત્કાર થવા પામે છે. તેવી જ રીતે ગમે તેમાં રહેલા સગુણાનું કીર્તન કરવા-કરાવવાથી તે તે સગુણીનું કીર્તન પણ સહેજે થવા પામે છે. સગુણ કે સગુણ પ્રત્યે સાચ-અવિહડ પ્રેમ રાખવા મહાપુરુષે પોતાના જ પવિત્ર દાખલાથી આપણને ઉત્તમ પ્રકારનો બોધ આપ્યા કરે છે.
ગુણાનુરાગકુલકમાં દૃઢ ગુણાનુરાગ રાખવા શ્રીમત્ સેમસુંદર સૂરીશ્વરે બહુ સુંદર બંધ આપે છે, તેમ ચઉસરણ પન્નામાં છેલ્લા અધિકારમાં એ જ ગુણાનુરાગીની ભારે પુષ્ટિ કરી છે. એનું જ સમર્થન શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાએ અનેક ગ્રંથમાં અનેક પ્રસંગે તથા અમૃતવેલીની સજઝાયમાં કરેલું છે, તેમ બીજા અનેક મહાશયેએ અનેક ગ્રંથ, ચારિત્ર, રાસ કે સઝાયાદિક પ્રસંગે ઉત્તમ ગુણી જનનાં ગુણોની અનેક રીતે સ્તુતિ-સ્તવનાદિક કરેલાં નજરે પડે છે. પંચપરમેષ્ઠી, નવપદ કે વીશસ્થાનક પદની પૂજા-પ્રતિષ્ઠા પ્રસંગે અનેક રીતે તેમના ગુણગાન કરેલાં જણાય છે. તેને ખરે-ઉદ્દેશ આપણામાં એવા જ ઉત્તમ ગુણો એવી જ ઉત્તમ સ્થિતિ પ્રગટેઉલસે એ જ હાઈ આપણે જાતે એ મહાનુભાના ગુણોને અંતર્મુખ ( આમલક્ષ ) રાખી સાવધાનપણે આપણામાં એ ગુણે અને એ સ્થિતિ પ્રગટાવવા પૂરી ચીવટ રાખવી જોઈએ.
મહાપુરુષોને આ ઉત્તમ બેલ અને તીર્થકર દેવ જેવા