________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
પાહિનીને એક દિવસ શ્રીગુરૂમહારાજને રત્નચિંતામણિ અર્પણ કર્યાનું સ્વમ આવ્યું. પ્રાતઃકાળે તે પતિવ્રતા સ્ત્રીએ શ્રીદેવચંદ્ર સૂરિ પાસે જઈ તે સ્વમનું ફળ પૂછયું. સૂરીશ્વરે કહ્યું કે, “બેન, તમને ચિંતામણિ સમાન પુત્ર પ્રાપ્ત થશે; પરંતુ તમે તે પુત્રરત્ન ગુરૂમહારાજને અર્પણ કરશે અને તે શ્રીજૈન શાસનને ઉદ્યાત કરનાર મહાન આચાર્ય થશે.” એ પ્રમાણે શ્રીગુરૂના મુખથી
મનું ફળ સાંભળી આનંદિત થયેલી પાહિનીને દૈવયોગે તેજ દિવસે ગર્ભ રહે, અને અનુક્રમે વિક્રમ સંવત ૧૧૪૫ ના કાર્તક સુદિ ૧૫ ની રાત્રે પુત્ર પ્રસવ થયે. તે વખતે આકાશમાં દેવવાણી થઈ કે, “આ પુરૂષ મહાન તત્વવેત્તા અને જિનેશ્વર ભગવાનની પેઠે શ્રી જૈન શાસન સ્થાપન કરનાર સૂરિશેખર થશે.” પછી જન્મસવપૂર્વક સ્વજોએ તે બાલકનું ચાંગદેવ નામ પાડ્યું. તેની પાંચ વર્ષની ઉમર થઈ ત્યારે એક દિવસ તેની માતા સાથે તે મેઢ વસાહિકા(મોઢવશી)માં દેવવંદન કરવા ગયો અને ત્યાં દેવવંદનાથે પધારેલા શ્રીદેવચંદ્રગુરૂના આસન ઉપર બાલ્યાવસ્થાના ચપલ સ્વભાવથી ચઢી બેઠે. તે જોઈ ગુરૂએ પાહિનીને કહ્યું, “હે સુશ્રાવિકે, પ્રથમ મેં કહેલું સ્વમનું ફળ યાદ છે? હવે તે સફળ થવાનું છે.” પછી બાળકના અંગ લક્ષણે જોઈ તેઓ ફરીથી બોલ્યા, “જે આ ક્ષત્રિય કુળમાં જન્મ્યા હોય તે સામ રાજા થાય, બ્રાહ્મણ અગર વણિકના કુળમાં અવતરેલ હોય તે મહા અમાત્ય થાય અને જે દીક્ષા ગ્રહણ કરે તે આ કલિયુગમાં કૃતયુગ પ્રવર્તાવે તે થાય.” એ પ્રમાણે ગુરૂના વચનામૃતથી ઉલ્લાસ પામી પાહિની પુત્રસહિત પિતાને ઘેર ગઈ. ગુરૂપણ ધર્મશાળામાં આવી શ્રીસંઘને એકત્ર કરી સાથે લઈ ચાચિગ શેઠને ઘેર ગયા. એ વેળાએ ચાચિગ શેઠ પરગામ ગયેલા હતા; માટે પાહિનીએ શ્રીસંઘને “ભલે પધાર્યા ઈત્યાદિ માનયુક્ત શબ્દથી આદરસત્કાર કરી પ્રસન્ન કર્યો. પછી શ્રીસંઘે ચાંગદેવની યાચના કરી. તે સાંભળી હાર્ષિત થયેલી પાહિનીના નેત્રમાંથી હર્ષના અશ્રુની ધારા
For Private and Personal Use Only