________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
ભાગ ત્રીજે.
~~~~~ સાંભળવા પ્રમાણે આપની સ્ત્રી પદ્મિની છે, માટે આપ તેને જોઈ અમારી સાથે શ્રીરૈવતાચળપર કાળીચૌદશને દિવસે પધારી અમારું ઉત્તરસાધકપણું કરો અને સાધન કરતી વખતે જે આપની દૃષ્ટિએ અમારામાં જરાપણ વિકાર માલમ પડે તો તત્કાળ અમારો શિરદરરી નાખજો.”
આ સાંભળી અધિકારી સાનંદાશ્ચર્યમાં પડશે. આ મુનિયે તુણ અને મણિ તથા લેહ અને સુવર્ણ એ સર્વના ઉપર સમષ્ટિથી જુવે છે અને નિરંતર પરબ્રહ્મ સમાધિનું સાધન કરે છે; માટે જે તેમણે ઈચ્છેલું ઉત્તમ કાર્ય મારી સ્ત્રીવડે મર્યાદા સહિત થતું હોય તો ભલે થાઓ. એમાં વધારે વિચાર કરવાની શી જરૂર છે? એમ સૂક્ષ્મરીતે ચિંતવન કરી તે વીર પુરૂષે તે મુમુક્ષુઓનીસાથે પદ્મિની સ્ત્રી લેઈ ઉકત દિવસે રેવતાચળનું શિખર અલંકૃત ક્યું. પછી સુભધ્યાનમાં ધીર તે એનગારોએ શ્રી અંબિકા દેવીના સાનિધ્યથી સર્વ પૂર્વ કૃત્ય કર્યું અને શ્રી રેવતાચળના અધિષ્ઠાતા દેવની સમક્ષ શ્રીગુરૂએ બતાવેલી વિધિ પ્રમાણે પતિની સ્ત્રીને ઉત્તર સાધક બનાવી રાત્રીના ત્રીજા પ્રહર આરહાન, અવગુંઠન, મૂદ્રા, મંત્રન્યાસ અને વિસર્જનાદિથી શ્રી સિદ્ધચક્ર મંત્રનું સાધન કર્યું. દયાનાતે તે મંત્રના અધિષ્ઠાતા ઈંદ્રના સામાનિકદેવ શ્રીવિભળેશ્વર પ્રત્યક્ષ થઈ પુષ્પવૃષ્ટિ કરી સ્વેચ્છિત વર માંગવા કહ્યું. ત્યારે શ્રી હેમચંદે રાજાને પ્રતિબંધ પમાડવાનું, શ્રીદેવેંદ્રસૂરિએ શ્રીકાંતિપુરને પ્રાસાદ સેરીષક નગરમાં આણવાનું અને શ્રીમલયગિરિ મહારાજે શ્રીસિદ્ધાંતની વૃત્તિ કરવાનું, એ રીતે તે ત્રણ મહાત્માઓએ પૃથક પૃથક વર માગ્યાં. તે આપી દેવ અંતર્ભત છે. પછી તે ત્રણ મુનિવરોની ધ્યાનમાં ધીરતા, બ્રહ્મચર્યમાં દઢતા અને દેવતાએ પ્રશંસા કરી તેમને આપેલા વર, એ સર્વથી ચકિત થઈ પ્રાતઃકાળે પેલા અધિકારીએ પુષ્કળ દ્રવ્ય ખર્ચા પ્રભાવના કરી લેકમાં બનેલી હકીકત જાહેર કરી. | ૧. સાધુ. ૨. મારવાડમાં રાણીગંજ સ્ટેશન પાસે દેરૂં છે તેની કથા આને મળતી છે, પણ ગામનું નામ મળતું હોય એવું સ્મરણ નથી.
For Private and Personal Use Only