________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
શંકા–પાપ રહિત જિન ધર્મ આચરનારા ચતુર પુને જિન મંદિર કરાવવું, જિન પ્રતિમા ભરાવવી અને તેની પૂજા વિગેરે કરવી ગ્ય નથી. કારણ કે, તે છ કાયની વિરાધના વગર બનતું નથી. જિનચૈત્યને સારૂ ભૂમિ દવાનું, પથ્થર ફેડવાનું, ખાડા પૂરવાનું, ઈંટ પકવવાનું અને પાણી રેડવાનું સ્થાવર અને ત્રસ કાયની વિરાધના વગર થાય જ નહીં.
સમાધાન જે પુરુષ આરંભ અને પરિગ્રહમાં મચી પિતાને પરિપાલન સારૂ ધન મેળવે છે, તેનું ધન મેળવવું નિષ્ફળ ન થાય તેટલા સારૂ જિનભવનાદિમાં એ ધનને વ્યય કરે એ કલ્યાણકારી છે. કારણ, આરંભમાં પ્રસક્ત વિરતિ અને અવિરતિને કુવાના દૃષ્ટાંત પ્રમાણે સંસારને છેદ કરનાર દ્રવ્યસ્તવ કરવું યોગ્ય જ છે. પણ ધર્મનેજ માટે ધન મેળવવું એ યુક્ત નથી. ધમેને માટે જે દ્રવ્ય ઉપાર્જન કરે છે તેને તે નિઃસ્પૃહતા રાખવી એ શ્રેયકારી છે. કાદવથી પગ બગડીને ધોવા કરતાં તેનાથી દૂર રહેવું તેજ સારૂં. જિનભવનાદિ કરાવવાથી નવીન વાવ, કુવા, તળાવ વિગેરે ખોદાવવાની પેઠે ઉત્તર કાળમાં અશુભ કર્મનો ઉદય થત નથી. પરંતુ ત્યાં સંધને એકત્ર થવાથી, ધર્મની દેશના થવાથી અને વ્રત લેવા વિગેરેનાં કારણથી ઉત્તર કાળમાં તે કરાવનારને બ્રહ્મદ્રની પેઠે શુભ કર્મને ઉદય થાય છે. કહ્યું છે કે, જેના શિખર ઉપર અંબાનું ડોકું, રંગમંડપમાં શંખ અને ગવાક્ષમાં સિદ્ધિ વિનાયક પ્રતિહાર તરીકે બેસાડેલાં હતાં એ પ્રાસાદ્રબ્રકે રેવતાચળ ઉપર પૂર્વ દિશા સન્મુખ કરાવ્યો વિગેરે.
વળી પ્રાસાદ કરાવનાર ગૃહસ્થીઓ દયાને વશ હૈોય છે અને તેઓ તેવા શુભ કામમાં વિશેષે કરીને સૂક્ષ્મ જંતુની પણ યતના કરે છે. તેથી તેમનાથી થયેલી છ કાયની વિરાધના પણ અવિરાધના (આરાધના) છે. કહ્યું છે કે, સૂત્રની વિધિ પ્રમાણે કાર્યમાં વિશુદ્ધ અને બરાબર યતના કરનારથી થતી વિરાધના નિર્જરા ફળ અગર
For Private and Personal Use Only