________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૫૯
ભાગ રહે. ~ ~~~~ ~~ ~ ~~ ~~ ~ ~ ~~ ~~ મૂર્ખ છે. દિક્ષિતો (દેહની રક્ષા કરવામાં ધર્મ સમાયલે છે), એટલું પણ નથી જાણતા.” એમ ગુસ્સામાં બોલી તે આગળ ચા. હેમાચાર્ય પણ પિતાને અનાદર થયે જાણી ત્રણ દિવસ સુધી રાજાને મળ્યા નહીં. તેથી રાજા સમજો કે, સૂરિ રીસાયા છે અને બ્રાહ્મણના સ્વૈચ્છિક વિચારોથી લડાઈનું ઘર ઉત્પન્ન થશે. એમ વિચારી સૂરિનું સમાધાન કરવા તે તેમના તંબુઉપર ગયો. તે વખતે સૂરિ પિતાના શિષ્યવર્ગ સાથે કાંજીને અહાર કરતા હતા, તેથી થોડીવાર બહાર ઉભે રહ્યા. સૂરિ ભજન કરી રહ્યા એટલે અંદર જઈ પગે પડ અને કહ્યું કે, “મહારાજ હુતે જડ છું, ભારે અપરાધ ક્ષમા કરે.” પછી તેમની સાથે શ્રીશ જ્યની યાત્રા કરી દેવદાયમાં બાર ગામ આપ્યાં. ત્યાંથી ગિરિનાર જઈ શ્રીનેમિનાથનાં દર્શન કર્યા અને ત્યાં ધમ પુરૂષોને માટે એ નિયમ ઠરાવી આપ્યા. રાજાએ પણ આસન ઉપર બેસવું નહીં, પલંગ ઉપર સુવું નહીં, અતિ અહાર કરે નહીં, સ્ત્રીની સુવાવડ કરવી નહીં અને વલેણું વલવવું નહીં. એ પ્રમાણે વ્યવસ્થા કરી તે દેવ પાટણ ગયે. ત્યાં સેમેશ્વરનાં દર્શન કરી કેડીનાર ગયે. ત્યાં શ્રીઅંબાદેવીને ભક્તિપૂર્વક પૂજી શ્રીહેમાચાર્યને વિનંતી કરી કે, “આપ વિશેષ તપ કરી જ્ઞાનદૃષ્ટિથી વિલેકન કરે અને અંબાદેવીને પૂછો કે, મારા પછી ગાદીપતિ કેણ થશે.” સૂરિએ ત્રણ ઉપવાસ કરી અંબાદેવીને આરાધી નિર્ણય કરી લીધું અને રાજાને જણાવ્યું કે, “અનેક ઉપાય કર્યા છતાં તમને પુત્ર થનાર નથી. તમારી પાછળ ગાદીએ બેસનારની હકીકત આ પ્રમાણે છેઃ તમારા પિતા કર્ણના મેટાભાઈ ક્ષેમરાજને દેવપ્રસાદ નામને પુત્ર છે, તે પવિત્ર બુદ્ધિવાળે દધિસ્થલીમાં રહે છે. તેના પુત્ર ત્રિભુવનપાળને કુમારપાળ, મહીપાળ અને કપાળ એ નામના ત્રણ પુત્ર છે. તેમને કુમારપાળ તમારી પછી જગત્મસિદ્ધ રાજા થશે અને તે સંપ્રતિ રાજાની પેઠે પૃથ્વી ઉપર શ્રીજૈન ધર્મને પ્રસાર કરશે.”
૧. દેવના ખર્ચમાં.
For Private and Personal Use Only