________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
“હે કુમારપાળ ! આપે એવડા બધા કુમારવિહાર કેમ કરાવ્યા ? જ્યારે આપના છતાં એ છીપ નથી આવતી ત્યારે આપની પાછળ તેમની સારસંભાળ કેણ રાખશે ? ” એ સાંભળી રાજા કંઈ વિચારમાં પડ્યો. તે જોઈ પાસે ઉભેલો બીજે કવિ બેલ્યો કે,
कृत्यळत्योऽसि, भूपाल ! कलिकालेऽपि भूतले । आमंत्रयति तेन त्वां विधिः स्वर्गे यथाविधि ॥
હે રાજન, કલિકાળને વિશે પણ ભૂતળની ઉપર આપ કૃતકૃત્ય થયા છે તેથી પ્રસન્ન થઈ વિધાતા આપને સ્વર્ગમાં યથાવિધિ નિમંત્રણ કરે છે. ” રાજાએ તે બન્નેને એક એક લાખનું ઈનામ આપ્યું અને છીપ નહીં આવવાનું કારણ સમજી બેલ્યો કે,
મેં અથજનોને દાન આપવામાં કરોડો સેનાની પીળી કોથળીઓ ખાલી કરી નાખી છે. વાદમાં પ્રતિવાદીઓનાં શાસ્ત્રાર્થ ગર્ભિત વચનને ઉથલાવી નાખ્યાં છે અને એકવાર ઉમૂલન કરી પાછા પેલા રાજાઓની સાથે સરોવરની માફક કીડન કર્યું છે. હવે જે વિધાતાની ઈચ્છા હશે તે તેને માટે પણ હું તૈયાર છું.” એ પ્રકારે બેલી રહ્યા પછી તે રાજર્ષિએ દશ પ્રકારની આરાધના કરી અનશન લીધું. હૃદયમાં સર્વજ્ઞ દેવ, હેમચંદ્ર ગુરૂ અને પાપરૂપી મીનું પ્રક્ષાલન કરનાર રિકથિત ધર્મ એ ત્રણનું સમ્યક્ પ્રકારે મરણ કરી સંવત ૧૨૩૦ ની સાલમાં પિતાના રાજયના ૧૦ વર્ષ ૮ માસ અને સત્તાવીસમા દિવસે વિષની લહેરથી ઉછળતી મૂછમાં મરણ પામી વ્યંતરદેવલેકમાં ગમન કર્યું
તેના મરણની ખબર ફેલાતાં સર્વત્ર હાહાકાર વતી રહે. વનમાં ફરતાં પશુનાં ટોળાં પણ કુમારપાળનું મરણ એવા અક્ષરે સાંભળતાં રડવા લાગ્યાં અને પરસ્પર કરૂણુસ્વરે બોલ્યાં કે,
આજે આપણા કુળની વૃદ્ધિ કરનાર સુકૃતી રાજા અસ્ત પામે, માટે ચાલો આપણે દિશાંતરમાં જઈ રહીએ. નહીં તે હવે
For Private and Personal Use Only