________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ અગીયારમે.
૧૧૯
ભૂતમાં વ્યાપક છું. જે મને સર્વ વ્યાપક જાણીને કદાપિ હિંસા કરતા નથી, તેમને હું નાશ કરતા નથી અને તેઓ ભારે નાશ કરતા નથી. તેમજ વિષ્ણુપુરાણના તૃતીય અંશમાં સાતમા અધ્યાયને વિષે પરાશરે કહ્યું છે કે, “યાગ કરનારા ળુિને યાગ કરે છે, જાપ કરનારા તેને જપે છે અને બીજાની હિંસા કરનારા તેને હણે છે. કારણ કે વિષ્ણુ સર્વવ્યાપક છે.” હે રાજન જે પુરૂષ પરદાર, પરદ્રવ્ય અને પરહિંસામાં મતિ કરતા નથી અને જેમનું મન રાગાદિ દોષથી દૂષિત નથી તેમનાથીજ વિષ્ણુ નિરંતર તુષ્ટમાન રહે છે. વળી યમકિંકર નામના સંવાદમાં યમે કહ્યું છે કે, “જે પિતાના આત્માના ધર્મથી ચલાયમાન નથી થતા, જે પોતાના મિત્રપર અને શત્રુઓ પર સમ ભાવ રાખે છે અને જે કાઈનું કંઈ હરતા નથી અથવા કેઇને હણતા નથી તેમને જ સ્થિર મનવાળા અત્યંત વિષ્ણુભક્ત જાણવા. જેમની બુદ્ધિ નિર્મળ છે, જેમનામાં મત્સરને અભાવ છે, જેમને સ્વભાવ શાંત અને ચરિત્ર પવિત્ર છે, જે સર્વ ભૂતેશ્વર મિત્રભાવ રાખે છે, જેમનું વચન પ્રિયકર અને હિતકારી છે અને જેમનામાં માન તથા માયાને લેશ નથી તેમના હૃદયમાં જ વિષ્ણુ નિરંતર વસે છે. સ્ફટિકરત્નની શિલા જેવા નિર્મળ વિષ્ણુ
ક્યાં અને માણસમાં રહેલા મત્સરાદિ દેશે ક્યાં? ચંદ્રમાનાં કિરણ સમૂહને વિશે અગ્નિની કાંતિથી થયેલ તાપ ક્યાંથી હોય? હિરણ્યકસિ પિતા આગળ અલ્લાદે પણ કહ્યું છે કે, “વિષ્ણુ પૃથ્વીમાં છે, પાણીમાં છે, ચંદ્રમામાં છે, સૂર્યમાં છે, અગ્નિમાં છે, દિશામાં છે, વિદિશામાં છે, વાયુમાં છે, આકાશમાં છે, તિર્યંચમાં છે, અતિર્યંચમાં છે, અંતરમાં છે, બાહ્યમાં છે, સત્યમાં છે, તપમાં છે, સારમાં , અસારમાં છે, સર્વત્ર છે, સદા છે, વધારે બોલવાથી શું? તારામાં છે, અને મારામાં પણ છે, ઈત્યાદિ. એ પ્રકારે સર્વ જીવની રક્ષા કરનારા જૈનમુનિજ તત્ત્વવૃત્તિથી વૈષ્ણવ છે; પરંતુ તેથી વિપરીત પણે વર્તનારા બ્રાહ્મણે વૈષ્ણવ નથી. પરમાર્થથી તે તેજ વિષ્ણુ
૧. નરક, મનુષ્ય અને દેવ શિવાયના પશુ પક્ષી વિગેરે પ્રાણીઓ.
For Private and Personal Use Only