________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ચૌદમે.
૧૪૩
અને જ્યારે તે મહા નદી સૂકાય છે ત્યારે તે તુણાંક જરાએ ટકતાં નથી. લૈકિક ગ્રંથકારોએ પણ પદ્મપુરાણદિ ગ્રંથોમાં કહ્યું છે કે, જીવહિંસા કરનારા પુરુષો દેવપૂજન, દાન, તપ અને યજ્ઞથી કઈ પણ રીતે સદ્ગતિ પામતા નથી. પરંતુ જે માણસ પ્રાણું ઉપર અનુકંપા રાખે છે તેને પરભવમાં દીર્ધ આયુ, નિરોગી શરીર, અનુ. પમ રૂપ, અતુલ બળ, લેકોત્તમ સૌભાગ્ય, નિરુપમ ભેગ, નિર્મળ યશ, આજ્ઞાધીન પરિવાર અને અખૂટ લક્ષમી મળે છે. તથા જે પ્રાણું મનુષ્ય, દેવતા અને મેક્ષના સુખની હેતુભૂત જીવ દયા પાળે છે તે પાપરહિત થઈને અમરસિંહની પેઠે કલ્યાણ પામે છે.”
આ દયા સંબંધી ઉપદેશ સાંભળીને કુમારપાળ રાજાએ પૂછયું કે, “હે ભગવન્! તે અમરસિંહ કોણ હતા ?”
ગુરૂ શ્રીહેમાચાર્ય બેલ્યા, “આ ભરતક્ષેત્રમાં અમરપુર નામે એક નગર હતું. ત્યાં સુગ્રીવ નામે રાજા રાજય કરતે હતો. તેને કમળા અને વિમળ નામની બે રાણીઓ હતી. કેઈ સમયે કમળદેવીને ગર્ભના પ્રભાવથી સમર (સંગ્રામ) માં ભરાતા માણસે અને મૃગયા જેવાને હળ ઉત્પન્ન થશે. રાજાએ તે પૂર્ણ કર્યો. ત્યારપછી અનુક્રમે પુત્રને જન્મ થયો. તેનું વધામણ પૂર્વક ડેહળાને અનુસારે “સમરસિંહ” એવું નામ પડવું. વિમળાદેવીને પણ એમરપડે વજડાવવાના ડોહળાએ સૂચવેલ “અમરસિંહ નામને પુત્ર થયો. અનુક્રમે બન્ને કુમારે વૈવન અવસ્થાને પામ્યા. એવામાં સુગ્રીવરાજ મરણ પામ્યું. ત્યારે દુષ્ટ, નીચ અને નિર્દય સમરસિંહ રાજયાસને બેઠે. પરંતુ શિકારમાં અત્યાસક્ત હેવાથી તેણે રાજ્યકાર્યમાં ચિત્ત ન ઘાલ્યું. પણ અમરસિંહ તે જીવદયા તથા પરોપકારાદિ ગુણે વડે લેકને પ્રિય થયે. કોઈ વખતે અમરસિંહ કુમાર ઘોડા ફેરવવાને બહાર નીકળી પડ્યો. ત્યાં ઘડા ફેરવીને કોઈ ઝાડ નીચે તે વિશ્રામ લેતે હતો તેવામાં કોઈ પુરુષ
૧. અહિંસાને ઢઢરે.
For Private and Personal Use Only