________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ વીસમે.
૨૨૫
સ્વદ્રવ્યવડે જિનગૃહ બંધાવવું. કારણ કે (જિનભુવનથી) શુભક્રિયાઓ પ્રસાર પામે છે. જિનબિંબની પ્રતિષ્ઠા, સાધુઓની ધર્મદેશના, પ્રભુનાં કલ્યાણકની ભૂમિને સ્પર્શ, અષ્ટાહિક મહત્સવ અને નિત્ય પૂજા એ સંસારસમુદ્રમાં ડૂબતા પ્રાણીને માટે ઝાઝ સમાન છે. જિનદર્શન શિવાય દર્શનશુદ્ધિનો સંભવ નથી. જીવને અન્ય વિષયમાં રમણ કરવાથી લાગેલું પાપ જિનમંદિર બનાવવાથી શુદ્ધ થાય છે. વધારે શક્તિ ન હોય તે તૃણનું પણ જિનગૃહ બંધાવવું. કહ્યું છે કે, જે તૃણનું જિનગૃહ કરાવે અને ભક્તિપૂર્વક એક પૂલથી પણ જિનની પૂજા કરે તેને પુણ્યનું માન કહી શકાય નહીં. તો પછી સારી બુદ્ધિથી માન રાખ્યા વગર જે મોટા પથ્થરોનાં જિનમંદિર બંધાવે તેને તો ધન્યજ કહે. બીજુ શું? જે કંઈ દેવકાર્ય નિમિત્ત થાય છે તેજ જ્ઞાન, વિજ્ઞાન, કળા-કૌશલ્ય, બુદ્ધિ, તેજ અને પરાક્રમ છે. જો જિનમંદિર કરાવનાર રાજા હોય તે તેણે મંદિરના ખર્ચમાં મોટા ભંડાર, ગામ, નગર, તાલુકા અને ગોદુધ વિગેરે આપવાં ઉચિત છે. વળી નવીન મંદિર કરાવવા કરતાં જીણું, ખખળી ગયેલાં અને પડી ગયેલાં મંદિરે સમારવાનું વધારે ફળ કહેલું છે. નવીન મંદિર બંધાવવાનું જે ફળ કહ્યું છે તેનાથી આઠ ગણું ફળ છણેદ્વારનું બતાવેલું છે. જે શુભ દ્રવ્ય ખર્ચો જીર્ણોદ્ધાર કરાવે છે તેણે કલહસમુદ્રને પાર આપનારી જિનાજ્ઞાનું પાલણ કર્યું કહેવાય છે. આ લેકમાં તેની સુકીર્તિ ફેલાય છે અને અન્ય ભવ્ય જીને પુરુષોને માર્ગ દેખાડાય છે. આ લેકમાં પણ જીર્ણોદ્ધાર કરાવનાર કલ્પવૃક્ષ, ચિંતામણિ રસ, ચક્રવર્તી અને વાસુદેવની પેઠે પૂજાય છે.
જિનમંદિર કરાવ્યા પછી તેમાં પધરાવવા સારૂ હીરા, ઇંદ્રનીલ, અંજન, ચંદ્રકાંત, સૂર્યકાંત, રેષાંક, કર્કેતન, પ્રવાલ, સુવ, રૂપું, ચંદન, પથ્થર અને મૃત્તિકા વિગેરે શુભ પદાર્થોની વિશેષ લક્ષણયુક્ત અને આલ્હાદકારી જિનપ્રતિમા કરાવવી. જે પુરુષ
For Private and Personal Use Only