________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ઓગણીસમો.
૧૯૭
દુર્ગતિમાં ગમન એ સર્વ અબ્રહ્મનું ફળ જણ સુજ્ઞ પુરૂષે પરસ્ત્રી તરફ નજર પણ ન કરવી. પિતાની, પારકી, પરણેલી અને કુમારી એ રીતે સમગ્ર સ્ત્રીઓની ચાર જાતિ છે. તેમાં વિવેકી પુરૂષને પિતાની સ્ત્રી સેવવા યંગ્ય છે અને બીજી સ્ત્રીઓ માતા સમાન ગણવા યોગ્ય છે. જે ગૃહરથી વદારથકી સંતોષ માની પરસ્ત્રીથી પરામુખ રહે છે તે બ્રહ્મચર્યને લીધે યતિ સમાન ગણાય છે. જે મનથી પણ પરસ્ત્રીને ઇચ્છતો નથી તે ઉભય લેકમાં દેવ સમાન છે અને તેના જ આધારે આ પૃથ્વી રહેલી છે. પરસ્ત્રીના સંગની આકાંક્ષામાત્ર કરવાથી સર્વને દાસત્વ કરાવનાર રાવણ ચોથી નરકને અતિથિ થયે. માટે વિદ્વજને ભીમ પિતાની પેઠે સદા બ્રહ્મચારી રહેવું અને જો તેમ કરવા અસમર્થ હોય તે પિતાની સ્ત્રીઓમાંજ સંતોષ માને.”
પ અપરિમિત પરિગ્રહને ત્યાગ અને ઈચ્છાનું પરિમાણ.-ધનપર લાગેલા મનવાળા કયા હિંસક ઝવે પાપ ઉપાર્જન નથી કર્યું ? ધનના સંપાદન, રક્ષણ અને ક્ષયથી થતા દુઃખાનળથી કેણ નથી બન્યો ? એને પ્રથમ વિચાર કરી બાવરાપણુથી થયેલી પૃહાને ત્યાગ કરે કે પાપ અને સંતાપના વિષયમાં સ્થાન જ ન મળે. સંસારનું મૂળ આરંભે છે અને તેમને હેતુ પરિગ્રહ છે. અધિક પરિગ્રહવાળે પ્રાણી પ્રાયે ઘણા આરંભ કરનારો હોય છે અને આરંભ એ નિર્વિવાદપણે દુ:ખની ખાણ છે. માટે પરિગ્રહની જેમ બને તેમ ન્યૂનતા કરવી એગ્ય છે. નિયમિત પરિગ્રહવાળો પુરૂષ અધિક સુવર્ણદિ હેય તે સુખેથી ધર્મસ્થાનકે વાપરી શકે છે. અસંતેષી પ્રાણીને રિલેકમાં પણ સુખ થતું નથી. તૃષ્ણાથી તપેલ મનવાળા પુરૂષનું ડગલે ડગલે અપમાન થાય છે. પરિગ્રહથી થત લેશે અને તે થકી મમણને નરકગતિ પ્રાપ્ત થઇ એને ખ્યાલ કરી ધર્મના શેધ અને સુખાર્થી પુરૂષે સ્વલ્પ પરિગ્રહ રાખો.
૬ દિગગમનને ત્યાગ.-દશ દિશાઓમાં ગમન કરવાની મર્યાદા બાંધવી, તેને દિવિરતિ નામનું પહેલું ગુણવ્રત કહે છે.
For Private and Personal Use Only