________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
શ્રી કુમારપાલ પ્રબંધ.
nanowanran
n
annas
આપવું તેની ચિંતા તેમાં વધારો કરે છે. રાજય અજયપાળને આપવું કે પ્રતાપમલને ? એને આપ વિચાર કરીને એગ્ય સલાહ આપે. ”
સુરિ બેલ્યા, “હે રાજન ! અજયપાળ દુરાશયી, અસત્યવાદી અને અધમ છે, તેથી તે રાજવર્ગને અને પ્રજાને માન્ય નહીં થાય. વળી તે દ્વેષથી તમે કરાવેલાં ધર્મસ્થાનકોનો ભંગ કરે માટે મારી ધ્યાનમાં તે નથી આવતું. પ્રતાપમલ્લ લેકેને પ્રિય અને ધર્મનિષ્ટ હોવાથી રાજલાયક જણાય છે. રાજનીતિમાં કહ્યું છે કે, ધર્મશીળ, ન્યાયી, પાત્રદાતા, ગુણાનુરાગી અને પ્રજાવત્સલ રાજા હોય તે રૂડી રીતે રાજય કરી શકે. ”
આ સર્વ વાત બાળચંદ્રના સાંભળવામાં આવી. તેણે લઈને બીજે દિવસે અજ્યપાળ આગળ ફેડી; તેથી અપાળ તે દિવસથી હેમાચાર્ય, રામચંદ્ર અને કુમારપાળ ઉપર વિશેષ દ્વેષ રાખવા લાગે. આવી રીતે ખટપટ ચાલી રહી હતી, તે દરમ્યાન શ્રીહેમાચાર્ય પિતાનું ચેરાશી વર્ષનું આયુ પૂર્ણ થયું જાણું અંત સમયે શ્રીસંઘને રાજા સુદ્ધાંત એકઠો કર્યો અને બધાને દેખતાં રાજાને પ્રિકરમાં પડેલો જોઈ કહ્યું કે,
હે રાજન ! તમે ગભરાઓ ના. હવે તમારું આયુષ્ય પણ છે. મહિના બાકી રહેલું છે.' એમ કહીને દશ પ્રકારની આરાધના પૂર્વક સમાધિગથી પિતાનું કૃત્ય સાધ્યું. પછી રાજર્ષિ ગુરુને પાદાજમાં પડી ક્ષમણ દેતાં આંખમાંથી આંસું પડતે ગદગદ કંઠે બોલે, “હે મહારાજ! સ્ત્રીવર્ગ અને રાજયાદિ ભવભવ અલ્પ પ્રયાસે મળી શકે છે; પણ આપ જેવા કલ્યાણ ઈચ્છનારા ક૫વૃક્ષ સમાન ગુનાં દર્શન મળવાં દુષ્કર છે. હે ભગવન ! આપ મારા એકલા ધર્મદાતા જ નથી પણ જીવદાતા છે. અરે! હું આ પના ઋણમાંથી ક્યારે મુક્ત થઈશ. આપના સ્વર્ગગમન પછી મને પુણ્ય ક્રિયાઓ કોણ શીખવશે ? અગાધ મહિસાગરમાં ડૂબતા મને નિર્ધામણા રૂપ કરાલંબ કેણ આપશે?' એ પ્રકારે રાજાના
For Private and Personal Use Only