________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ વીસમે.
૨૩૫
નથી. મારું શ્રાવક્ષણું શા કામનું ?” એમ વિચારી એકદમ ઉભે થઈને ગુરુ મહારાજ પ્રતિ બેલ્યા, “ મહારાજ, ઉપવાસનું પ
ચ્ચખાણ કરાવે.” ગુરુએ પૂછયું કે, “આજે શેને ઉપવાસ ?” રાજા બે કે, “જયારે તાડપ પૂરાં પડશે ત્યારે હું ભજન કરીશ.” તે સાંભળી ગુરૂએ અને સામંત વિગેરેએ કહ્યું કે, “તાડપત્ર અહીંથી કેટલું છેટે થાય છે તે એકદમ શી રીતે લાવી શકાશે.” પણ રાજાએ ન માનતાં ઉપવાસ કર્યો. તે જોઈ સર્વ સંઘ તેની સ્તુ'તિ કરવા લાગ્યો. અહે! રાજાની જિનાગમ ઉપર કેટલી ભકિત છે, એ ગુરૂનું કેટલું બહુમાન રાખે છે અને એનું સાહસ કેટલું અદભુત છે !
પછી રાજા પોતાના ઉપવનમાં આવ્યું. ત્યાં ખરતાડના ઝાડ હતાં તેમની ચંદન બરાસ વિગેરે સુગંધિત પદાથોથી પૂજા કરી અને જાણે પિતાને મંત્રસિદ્ધ હોય નહીં તેની પડે છે કે, “જેવી રીતે હું મારા આત્મા ઉપર આદર રાખું છું તેવી રીતે જે મારૂં ચિત્ત શ્રી જૈન ધર્મ ઉપર આદરવાળું હોય તો તમે સર્વ ખરતાડો તાડ થઈ જાઓ.” એમ કહી તે ડીવાર કઈ ઝાડની ડાળ ઉપર બેસીને પિતાના ભવનમાં ગયો અને સર્વ રાત્રિ ધર્મધ્યાનમાં કાઢી. રાત્રે શાસનદેવીએ પણ તે સર્વ ખરવાડોને તાડ કરી નાખ્યાં. પ્રાતઃકાળે તે અદભુત બનાવ જોઈને માળી વધામણી ખાવા આવ્યું. રાજાએ તેને ભારે ઈનામ આપી ખુશી કર્યો અને તેની પાસે ચેડાં તાડપત્ર મંગાવ્યાં. તે લેઈ ગુરૂની પાસે મૂક્યાં અને વંદન કરી બેઠે. તે જોઈ ગુરૂએ આશ્ચર્ય પામી પૂછયું કે, “આ શું ?” કુમારપાળે સભા સમક્ષ સર્વ ચમત્કાર કહી સંભળાવ્યો. તે સાંભળી આચાર્ય, સભાસદે, બ્રાહ્મણ અને લહિયા વિગેરે સર્વ ઉપવનમાં ગયા. ત્યાં રાજાના કહેવા પ્રમાણે અભુત બનાવ જોઈ સર્વે આશ્ચર્ય પામ્યા. આ વખતે સૂરિ બેલ્યા કે, “અહે! શ્રી સર્વજ્ઞના ધર્મને મહિમા અન્ય ધર્મ, કરતાં અતિશય ભેટે છે કે, જેના પ્રભાવથી કલિયુગમાં પણ ખરતાડે પિતાને ગુણ છેડી તાડમાં રૂપાંતર થઈ ગયાં. ચંદન
For Private and Personal Use Only