________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
શ્રી કુમારપાલ પ્રબંધ.
રાજા–“કેમ મુનીશ્વર, પાંડ પણ પૂર્વે બહુ થઈ ગયા છે?”
સરિ–“રાજેદ્ર, સાંભળે. ભારતમાં યુદ્ધ કરતાં ગંગાપુત્ર ભીષ્મ પિતાના પરિવારને બોલાવી કહ્યું કે, તમારે મારા પ્રાણ જાય ત્યારે જે જગાએ પૂર્વે કોઈને દહન કરવામાં ન આવ્યું હોય તે જગાએ મારા દેહને સંસ્કાર કરે. જયારે ન્યાયસંગ્રામ કરી ભીમપિતામહ ગતપ્રાણ થયા ત્યારે તેમના વચનને માન આપી તેઓ સર્વ હેમપર્વતના શિખરઉપર ગયા અને ત્યાં અગ્નિ સંસ્કાર કરવા લાગ્યા. તે વખતે દેવવાણ થઈ કે, સત્ર મીશi दग्धं पांडवानां शतत्रयं । द्रोणाचार्यसहस्रं तु कर्णसंरव्या न વિધારે છે (આ સ્થળે સે ભીમ, ત્રણસો પાંડવ, હજાર દ્રોણાચાર્ય અને અસંખ્ય કણને પૂર્વે દહન કરવામાં આવ્યું છે). સિદ્ઘદ્ર, આ ભારતનું વાક્ય છે, એમ જાણીને અમારા શાસ્ત્રકારોએ પાંડવોની મુક્તિનું વ્યાખ્યાન કર્યું છે. હાલ શ્રી શત્રુંજય પર્વતપર અને નાશિક નગરમાં શ્રીચંદ્રપ્રભસ્વામીના પ્રાસાદમાં પાંડવોની મૂર્તિ વિદ્યમાન છે. આ પ્રમાણે સર્વ હકીકત હેવાથી પૂર્વે કઈ પણ જૈન પાંડ થઈ ગયા છે, એ વાર્તા પ્રમાણસિદ્ધ છે.”
સૂરિનાં આ વચન સાંભળી રાજા બોલ્યા, “ભો વિપ્રો, હવે અહીં ઉત્તર ધો. આ જૈનધિ મહા સત્યવાદી છે અને તમે સર્વ જેમ આવ્યું તેમ મિથ્યાભિમાનમાં બકવાનું જ સમજે છે. પછી રાજાએ સૂરિને પૂજનાદિ સત્કારપૂર્વક વિદાય કર્યા અને તેમણે સ્વસ્થાન અલંકૃત કર્યું. આ પ્રમાણે શ્રી હેમાચાર્ય તેમને વાણી રૂપી કિરણથી જયસિંહ દેવને સંદેહસમૂહરૂપ અંધકારને દૂર કરી જનધર્મરૂપ કમળને પ્રકાશિત કરતા સૂર્ય જેવા દપતા હતા. - જ્યારે સિંહદેવ માળવેથી વિજય મેળવી પાટણ આ ત્યારે અનેક કવિએ તેની અનેક પ્રકારે સ્તુતિ કરી, તે જોઈ શ્રી હેમાચાર્યું પણ તેને પિતાના ધર્મને પ્રભાવક જાણ આ નીચેના કલેકમાં ગુંફિત કર્યો.
૧. આઠમા તીર્થકર. ૨. ગુ. શ્લોકમાં રાજાના ગુણનું વર્ણન કર્યું.
For Private and Personal Use Only