________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ત્રીજે.
૩૧
વહેવા લાગી અને જોકે તે પોતાને રત્નગર્ભ માનતી હતી તે પણ ચિંતામાં પડી. એક્તિ ચાંગદેવને પિતા 'મિથ્યાદૃષ્ટિ છે અને તે પણ પરદેશ છે. આગમ શ્રીસંઘ સ્વયમેવ ઘેર પધારી પુત્રની યાચના કરે છે. અહીં મારે શું કરવું? એવા વિચારમાં એક ક્ષણ તો તે સ્તબ્ધ બની ગઈ. પણ પછીથી તેના મનમાં આવ્યું કે, જેના ઘરનું આંગણું શ્રીસંધ પાવન કરે છે તેને ઘેર કલ્પતરૂ ઉગે છે, ચિંતામણિ તેના હાથમાં લે છે અને ત્રણ લેકની લક્ષ્મી પણ તેને વરે છે. જેના પ્રભાવથી પૃથ્વી ફલકૂપ, મેઘ અનુકૂળ અને મહાસાગર કુંભ જન્મ થતાં અને જેમના અંહિપીઠમાં આકાશનેવિશે ઉદ્દેત કરનારા સૂર્યચંદ્ર નિરંતર રહેતા એવા શ્રીજિનેશ્વર ભગવાન જે શ્રીસંઘને નમસ્કાર કરતા તે ભુવનત્રયને ગુરૂ શ્રીસંઘ કેને માન્ય ન હેય? એવી સમચિત બુદ્ધિ થવાથી તે માનિનીએ શ્રીસંધસહિત ઘેર પધારેલા ગુરૂ મહારાજને કલ્પવૃક્ષતુલ્ય ગણી પિતાના સ્વજનની અનુમતિ મેળવી પિતાના અતિપ્રિય પુત્ર ચાંગદેવને અર્પણ કર્યો. તે વખતે ગુરૂએ શ્રીસંઘ સમક્ષ તે બાળકને પૂછ્યું, “હે વત્સ, તીર્થંકર ચક્રવર્તી અને ગણધરોએ સભ્યપ્રકારે સેવેલી, દેવ દાનવ અને મનુષ્યના સ્વામીઓએ મહિમા કરવા ગ્ય, અને મુક્તિવધૂના સંગમની દૂતી જે દીક્ષા તેનું ગ્રહણ કરીશ?” તે સાંભળી પૂર્વભવમાં ચારિત્રાવરણીય કર્મને લંપશમ થયેલો હેવાથી “દીક્ષા' શબ્દના શ્રવણમાત્રવડે તે બાળકના મનમાં પરમ સવેગ આવ્યે; તેથી તેણે “” એટલે “હા” એ શબ્દ ઉચ્ચારણ કર્યો. પછી માતા અને સ્વજનેએ અનુમતિ આપેલા અને સંયમપરના અનુરાગથી પવિત્ર થયેલ તે બાળકને લઈ તીર્થયાત્રા કરતા ગુરૂમહારાજ કર્ણાવતી પધાર્યા. ત્યાં ઉદયન મંત્રીને ઘેર બાળરક્ષકેએ મંત્રીના છોકરાંની સાથે તે બાળકનું પણ
છે. જેનાથી ઈતર મત માનનાર. ૨. ઘડામાં માય તેટલો. ૩. ચરણકમળમાં. ૪ મોક્ષરૂપી સ્ત્રી ૫ સર્વ પ્રકારના પાપમય વ્યાપારને ત્યાગ કરવામાં વિશ્વ કરનાર ૬ ના ૭ વૈરાગ્ય.
For Private and Personal Use Only