________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ બાવીસમો.
૨૬૩
nammmmmm
ચરમકેવલી શ્રીજબૂસ્વામી મોક્ષે ગયા તેમની સાથે મન:પર્યવજ્ઞાન, પરમાવધિજ્ઞાન, પુલાક લબ્ધિ, આહારક શરીર, ક્ષપકશ્રેણિ, ઉપશમણિ, જિનકલ્પ મુનિની રીતિ, ત્રણ પ્રકારનાં ચરિત્ર, કેવળજ્ઞાન અને મોક્ષ એ બાર વસ્તુ વિચછેદ ગઈ. એક હજાર વર્ષ પછી સર્વ પૂવેનું જ્ઞાન વિચ્છેદ ગયું. હાલતે અલ્પશ્રુત રહેલું છે. તો પણ દેવતાના આદેશથી જાણીને કંઈક કહીશ.”
પછી સૂરિએ સિદ્ધપુર જઈ સરસ્વતીને તીરે અઠ્ઠમ તપ કર્યો અને સુરિમંત્રના આદ્ય પીઠની અધિષ્ઠાત્રી ત્રિભુવનવામિની દેવીનું આરાધન કરી તેના મુખથકી પૂર્વભવ વિગેરે સાંભળી રાજાની આગળ આ પ્રમાણે કહ્યું.
હે રાજન! પૂર્વભવને વિષે મારવાડ દેશમાં જયકેશી રાજાને નરવીર નામને પુત્ર હતો. તે સાતે વ્યસન સેવવા લાગ્યાથી તેના પિતાએ તેને દેશમાંથી કાઢી મૂક્યો. ત્યારથી તે મારવાડનીજ નજીકમાં પર્વતની હારો મળે પલ્લી પતિ તરીકે રહેવા લાગે. એક વખત તેણે માળવેથી આવતા જ્યતા નામના સાથેવાહનો સાથે લૂ. સાર્થવાહે પાછા ફરી માલદ્રને ખુશી કરી મેળવેલા સૈન્ય વડે પલ્લીને ઘેરે ઘા. અહીં નરવીર શત્રુનું વધારે બળ જાણી નાશી ગયે. સાથેવાતું તેની સગર્ભા સ્ત્રીને હણીને ભમિપર પડેલા બાળકને પણ પલ્લીમાં કીડાના મોતે માર્યો. પછી માળવે જઈ રાજાને સર્વ હકીકત નિવેદન કરી. તે સાંભળી રાજા બે કે, “હે દુરામ! તે બે જીવની હત્યા કરી માટે તારું મુખ જેવું ઉચિત નથી. ” એમ કહી તેને દેશમાંથી કાઢી મૂક્યું. લેકે પણ તેને તુચ્છાકાર કરવા લાગ્યા. આથી તેને ઘણે પશ્ચાતાપ થયે અને વૈરાગ્ય આવવાથી તાપસની દીક્ષા લીધી. ત્યાં તીવ્ર તપ તપીને મરણ પામી "સિંહદેવ–પણે જન્મે અને બે જીવની હત્યાને લીધે અપુત્રિ રહ્યા. કહ્યું છે કે, જે પાપી પશુ પક્ષી અને મનુષ્યનાં બાળકોનો વધ કરે છે તેને પુત્ર થતો નથી અને કદા
For Private and Personal Use Only