________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
એમ માનુ છું કે તું મારાથી પણ કંઈ બીક રાખતું નથી. માટે જા તારી સર્વ મિલક્ત ખર્ચકરી ચૂકા નામનું ર્જિનચૈત્ય બંધાવ, જેને દેખી હવે પછી બીજા સર્વ માણસે જીવહિંસા કરવાનું ભૂલી
જય.”
આ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી મહેશ્વર શેઠે યૂકાના પ્રાયચિતમાં પાટણ મધ્યે યૂકાવિહાર બંધાવ્યું. રાજાની એવી સખ્તાઇથી ત્રાસ ખાઈ સર્વ જગોએ સર્વ કાઈ ઘરમાં અથવા બહાર જીવ હત્યા કરતું બંધ થયું.
ત્યાર પછી શ્રીકુમારપાળની ભૂમિમાં શ્રી તીર્થંકરના શાસનની પેઠે સર્વત્ર જીની રાશિ અનેક પ્રકારે વૃદ્ધિ પામવા લાગી. તે રાજર્ષિના અમારિ પ્રવર્તનનું વર્ણન આથી વધારે શું કરીએટ સોગઠાબાજી વિગેરે જુગટાની રમતમાં પણ કેઈ અમાર' એ પ્રકારે શબ્દ બેલી શકતું નહીં. મેજમાં ફરતાં હરણનાં બચ્ચાં પણ જયારે પારધીઓને દેખી પિતાની ભાષામાં પિતાના માબાપને કહેતાં કે, “ચાલે આપણે આ ઘાડી ઝાડીમાં વૃક્ષ નીચે સંતાઈ જઈએ નહીં તો પેલા પારધીએ મારી નાખશે, ત્યારે તેઓ પ્રત્યુત્તર આપતાં કે, “વત્સ, બીએછે કેમ? સુખે ઉભા રહે. શ્રીચાલુક્ય મહારાજના ભયથી તમારા સામુ જેવાને પણ તેઓ સમર્થ નથી.”
જેમના પવિત્ર વચન ઉપર શ્રદ્ધા રાખી શ્રી કુમારપાળ મહારાજ હિંસાનું સમુચ્છેદન કરે છે તે શ્રીહેમસૂરિ મહારાજ જયવંતા વર્તે. અમે ધારીએ છીએ કે, મહિના પ્રાણલેનારી શંકરની સ્ત્રી ભવાની પણ તેમના ત્રાસથી વ્યાકુલ થઈ શરીરમાં ક્ષીણતા પામતી હશે. આપણે કળાસમૂહને લીધે મહેંદ્ર શ્રી હેમચંદ્રની સ્તુતિ કરીશું, ચંદ્રની નહીં કરીએ. કારણ શ્રી હેમચંદ્ર સર્વ મૃગેનું રક્ષણ કરવામાં દક્ષ છે અને ચંદ્રમા તે એક જ મૃગનું રક્ષણ કરે છે.
૧ તીર્થંકરનું દેરૂં.
For Private and Personal Use Only