________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧૪
શ્રી કુમારપાલ પ્રધ
બળવાન તુર્કાધિપતિ ધિજનીથી અહીં આવવા નિકળ્યે છે. તેના સામા થવાને સમર્થ છતાં પણ વર્ષઋતુમાં નગરની બહાર જ નહીં. એવા નિયમને લીધે હું અસમર્થ થયો છુ.. હવે જો હું સામે થતા નથી તે દેશમાં ભંગ થઈ લોકને પીડા થાય છે. જો સામે થઉં છું તેા વ્રતનેા ભંગ થાય છે.” ગુરૂએ કહ્યું કે, “ ચિંતા ન કરે. તમે આરાધેલા ધર્મજ તમને સહાય કરશે.” એ પ્રકારે રાજાને આશ્વાસન માપી ધર્મમાં સ્થિર કરવા સૂરિએ પદ્માસન કરી દાઈ મેટા દેવતાનું અ ંતર્ધ્યાન કરવા માંડયું, પછી એક મુહૂર્ત થયું એટલે રાજાએ ગગનમાર્ગે આવતા દિવ્ય વજ્રથી ઢાંકેલા એક પલંગ દીઠા. તેના તરફ વાર વાર જોઈ વિચારવા લાગ્યો કે, આકાશમાં વિદ્યાધરના વિમાનની પેઠે આલંબન વગર આ પલંગ શી રીતે આવતા હશે. એટલામાં તે પલગ અંદર સૂતેલા એક માણસ સાથે ગગનમાંથી ઉત્તરી ક્ષણવાર સુધી ગુરૂની પાસે સ્થિર રહ્યો. તે જોઈ રાજાએ પૂછ્યું કે, “ મહારાજ, આ ૫લંગ શે ? અને આ પુરૂષ કાણુ ! એ અહીં ક્યાંથી આવ્યા. ! '' ગુરૂએ કહ્યુકે, “ એ તારા ઉપર ચઢી આવેલા મહા બલવાન ધિજનીના રાજા છે. એને મેં સૈન્યમાં સૂતેલા હતા ત્યાંથી પલંગ સાથે ઉચકી મગાવ્યા છે. ' તે સાંભળી જેવા રાજા સમથી તેના મુખ સામુ જોવા જતા હતા એટલામાં તે કાધીશ એકાએક જાગી ઉઠયા અને મનમાં વિચારવા લાગ્યા કે, “અહીં તે સૈન્ય કર્યાં ? હું કાં ? હું અહીં કયાંથી આન્યા ? વળી આ સિંહાસનપર ધ્યાન લગાવીને કયા યાગીદ્ર પુરૂષ બેઠા છે ? અને આ તેની આગળ પેાતાની લીલાથી ઈંદ્રને પણ હેલના કરે એવા આ રાજા કાણુ છે ! એ પ્રમાણે તેને ચિંતામાં પડેલા જોઇ સૂરિ બેલ્યા કે, “ હૈ શકાધીશ, દિશાઆ જોઇને કાનુ ધ્યાન કરે છે ? આ તમારી સામે કુમારપાળ રાજકુંજર બેઠેલા છે. એણે પૃથ્વીપર પેાતાનું અને ધર્મનુ એક છત્ર રાય કરવા માંડયું છે, તે મહાકાર્યમાં દેવતાઓ પણ એને સહાય કરે છે. તેએ એવી આજ્ઞનું કહી ઉલ્લંધન કરી શકતા નથી. એ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only