________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
શ્રી કુમારપાલ પ્રબંધ, ----------~~~~~~ ~~~~ લક્ષ્મીના સ્વામી કરે! ' એ પ્રકારે આશિર્વાદ દઈ આસન ગ્રહણ કર્યું.
પછી અભુત કળાવિજ્ઞાન અને અપૂર્વ પ્રબંધ વિગેરે દેખાડી સભાસહિત રાજાને વિસ્મય પમાડ્યો. ત્રીજે પહેરે રાજા સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર અને વિવિધ આભૂષણોથી અલંકૃત થઈ સામંત અને મંત્રીમંડળ સાથે દેવગૃહમાં પૂજા કરવા ગયે. દેવધિ પણ રાજાની પૂજા વિધિ જોવાના કેતુકથી રાજાના બોલાવવાથી ત્યાં આવ્યું. પછી શ્રી ચાલુક્ય સેનાના પાટ ઉપર પૂર્વજોએ કરાવેલી શંકર વિગેરેની મૂત્તિ અને પિતે ભરાવેલી શ્રી શાંતિનાથની કંચનમય પ્રતિમા પધરાવી ગંગોદક વિગેરેથી સ્નાન કરાવી પંચોપચારી અને અષ્ટાચારી પૂજા રિથર મનથી કરી. તે વખતે શ્રીજિનપ્રતિમાને દેખીને દેવધિ બેલી ઉઠે કે, “હે રાજન! તમારે તીર્થંકરની પૂજા કરવી યુક્ત નથી. જૈનધર્મ વેદસ્મૃતિરૂપ મૂળવિનાને હેવાથી તત્વજ્ઞ આચાર્યો તેને સત્તમ માનતા નથી. પોતે અંગીકાર કરેલા નિર્વાહ કરવાને સમર્થ ભુજશાલીઓને મેરૂની પેઠે ન્યાયમુદ્રારૂપ કુળધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કરવું ઉચિત નથી. તે કુળાચાર અને દેશચારનું કદી અતિક્રમણ કરતા નથી. નીતિમાં નિપુણ પુરૂષ નિંદા કરો અથવા સ્તુતિ કરે, લક્ષ્મી આવે અથવા યથેચ્છ - જાઓ, મરણ આજે થાઓ અથવા યુગાંતરે થાઓ પણ ધીર પુરૂષો
ન્યાયમાર્ગથી એક ડગલું એ આડા ચાલતા નથી.” તે સાંભળી રાજા બોલ્યા, “હે દેવાધિ! વૈદિક ધર્મ મટે છતાં પણ હિંસાથી કલંકિત અને અસવજ્ઞને કહેલે હેવાથી મારા મનમાં ભારત નથી. જૈન ધર્મ સર્વ જીવલ્યાના સંવાદવડે સુંદર હોવાથી મને ઘણો આનંદ આપે છે.”
ફરીને દેવ બધિબેલ્વે, “હે કુમારપાલ! જે મારા વચનપર વિશ્વાસ ન હોય તે પ્રત્યક્ષ મૂર્તિમંત મહેશ્વરાદિ દેવોને અને તમારા પૂર્વજોને પૂછે.” એમ કહી મંત્ર શક્તિથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વરી
For Private and Personal Use Only