________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
છે એ પ્રમાણે કર્યું અને નગર તેને હાથ આવ્યું. તેણે અનેક પ્રકારે ચિત્રાંગદની અને સ્વર્ણપુરૂષની શોધ કરી પણ પત્તા લાગે નહીં. કેમકે, દુમનેના હાથમાં પિતાનું નગર ગયું જાણી ચિત્રાંગદે સ્વર્ણપુરૂષસહિત કૂવામાં ઝુંપાપાત કર્યો હતો તેમાં સ્વર્ણ પુરૂષ દેવતાધિક હોવાથી અલેપ થઈ ગયું હતું. પછી થાકીને શંભલીશ ચિત્રાંગદના પુત્ર વરાહગુપ્તને ગાદીએ બેસાડી પુષ્કળ ખજાને લેઈ પિતાની રાજધાનીતરફ પાછો ફર્યો.” રામચંદ્ર મુનિથી એ પ્રમાણે વર્ણન સાંભળી કુમારપાળ તે પર્વત ઉપર ચડ્યું અને દિશાવકન કરતે બેલ્યો કે, “અહીં રહીને જોતાં દૂરના પર્વત ટેક રીઓ સરખા દેખાય છે, મેટાં ગામ નાનાં ધામ જેવાં દેખાય છે અને મહાનદીઓને પ્રવાહ પાણીની નકે જેવા દેખાય છે.”
ચિત્રકૂટથી નિકળી કુમારપાળ જે સ્થળે રઘુવંશના કીર્તિધર સજધિના પુત્ર સુકેશળ મુનિને પૂર્વ ભવની માતા વાઘણે કરેલા ઉપદ્રવથી કેવળ જ્ઞાન થઈમેક્ષ પ્રાપ્ત થયું હતું તે ભૂમિને નમન કરી કને જ આવ્યું. ત્યાંની ભાગોળમાં આંબાનાં ઘણું ઝાડ દીઠાં તેથી કોઈ રસ્તે જનારને પૂછ્યું કે, “અહીં આટલા બધા આંબા કેમ છે?” પેલા માણસે જવાબ દીધું કે, “આ રાજયમાં આંબાના ઝાડ ઉપર કર લેવામાં આવતું નથી અને તેથી લેક તેને વધારે ઉછેર કરે છે.” કુમારપાળે તે જવાબથી ખુશી થઈ પિતાના મન સાથે સંકલ્પ કર્યો કે, “રાજા થયા પછી મારે પણ આ પ્રમાણે કર માફ કર." ત્યાંથી કાશીમાં આવ્યું. ત્યાં ફરતાં ફરતાં કોઈ શેઠની મુલાકાત થઈ. તેણે તેને વસ્ત્રાદિથી બહુ સત્કાર કર્યો. પણ બીજે દિવસે તેજ શેડનું ઘર લુટાતું જોઈ વિસ્મય પામ્ય અને બીજા માણસને તેનું કારણ પૂછવા લાગ્યા. ત્યારે લેકેએ કહ્યું કે, “એ શેઠનું અકાળ મૃત્યુ થવાથી અને તેને કોઈ પુત્ર વાસ ન હોવાથી રાજાના માણસે તેનું ધન લૂટી લેવા આવ્યા છે.” તે સાંભળી કુમારપાળ સંસાર સ્વરૂપને વિચાર કરી છે કે, “જેવી રીતે આ શેઠ એક ક્ષણમાં નાશ પામે તેવી રીતે આ સર્વ જગત ક્ષણભંગુર છે. કીટકથી માંડી ઈદ્રિ પર્ય
For Private and Personal Use Only