________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પંદરમે.
૧૫૯
આ વખતે કાશી દેશની વાણારસી નગરીમાં ગોવિંદચંદ્રને પુત્ર શ્રી જયચંદ્ર રાજ રાજય કરતા હતા. તે બીજા રાજાઓને દાસપ્રાય માનતો હતો. તેના રાજ્યનું ક્ષેત્રફળ સાત જન હતું. તેની પાસે ચાર હજાર હાથી, સાઠ લાખ ઘોડા, આડત્રીસ લાખ પાયદળ અને ફક્ત બારસે પિતળમય નિસ્વાનાદિની ઋદ્ધિ હતી. તે ગંગાયમુનારૂપ લાકડી શિવાય બીજે જવા સમર્થ નહતો તેથી તે પગુરાજના અપર નામથી ઓળખાતો હતો. તેની પાસે ગોમતી નામની એક દાસી હતી. તે બખતર પહેરી સાઠ હજાર ઘડાસાથે શત્રુ સામી ધશીને ત્રાસ પમાડતી તેથી રાજને શ્રમ લેવાને વખતજ આવતા નહીં. તેના રાજયમાં બહુધા ચારે વણીની અંદર મસ્યા હાર હેવાથી ભારે હિંસા થતી હતી. તેનું નિવારણ કરવા કુમારપાળે બે કરોડ સેનિયા બે હજાર ઘોડા અને પ્રચુર રત્નાદિ સાથે એક ચિત્રપટ આપી પોતાના મંત્રીઓને વણારસી મેકલ્યા. તે ચિત્રપટમાં પુણ્ય પાપના ફળ ભોગવવાનાં સ્થાનક જે સ્વર્ગ નરક તેમને દેખાવ બતાવી તેમાં વાસ કરનારા દેવતા અને નારકોને આબેહુબ ચિતાર આપ્યો હતો. મધ્યમાં સિંહાસન પર શ્રી હેમચંદ્રની સામે કુમારપાળને બેસાડયા હતા તેથી તેની શોભા ખરેખર વિશ્વમનેહર થઈ હતી.
મંત્રીઓએ પ્રથમ દ્રવ્યથી જયચંદ્રના રાજવÍ લેકોને સાધ્યા અને તેમની મારફત રાજાની મુલાકાત લેઇ સર્વ ભેટ અર્પણ કરી. તેને સ્વીકાર કરી રાજાએ ચિત્રપટના સંબંધમાં ખુલાસો માંગ્ય. એટલે મંત્રીઓ બેલ્યા, “મહારાજા આ રાજગુરૂ શ્રી હેમસૂરિએ સામે બેઠેલા અમારા સ્વામી શ્રીચાલુક્યપતિને હિંસા અને અહિંસાની વિપાક ભૂમિ નરક અને સ્વર્ગ બતાવી પ્રતિબોધ્યા છે. તેથી તેમણે દયાધર્મને સ્વીકાર કરી સર્વત્ર અમારિપટહ દેવડાવી હિંસાની પ્રવૃત્તિ અટકાવી છે. અમારા દેશમાંથી કાઢી મૂકેલી તે જંગરિણી હિંસા હાલ આપના રાજ્યમાં ભરાઈ રહી છે. તેને કઢાવવા સારૂ અમને અહીં મોકલ્યા છે.
૧પુષ્કળ. ૨ જગતની શત્રુ
For Private and Personal Use Only